Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જુનાગઢ NSUI દ્વારા રપ% ફી માફીનો વિરોધઃ ચકકાજામઃ અટકાયત

જુનાગઢ : એનએસયુઆઇ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઇ ની મુખ્ય માંગણી હતી કે હાલ કે હાલ સરકાર દ્વારા રપ ટકા જેવી નજીવી ફી માફ કરીને વાલી અને વિદ્યાર્થીઓને લોલીપોપ આપવામાં આવ્યાનો આક્ષેપ કર્યો હતો. આ તકે એનએસયુઆઇની મુખ્ય માંગ છે કે જો સરકાર દ્વારા વાલીઓને રાહત આપવા જ માંગતા હોય તો પ્રથમ સત્રની સંપૂર્ણ ફી માફ કરવામાં આવે એ બાબતે જુનાગઢ એનએસયુઆઇની માંગણી સાથે ચક્કાજામ કરવામાં આવતા જુનાગઢ જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ યુગ પુરોહિત શહેર પ્રમુખ પ્રથમ બારીયા, યશ ગોહેલ, નીલ પારેખ, હર્ષ ગઢવી, રાજ, અલી ગોશીયા સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

(12:52 pm IST)