Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

પોરબંદર જિલ્લો બન્યાને આજે ૨૪ વર્ષ પૂર્ણ

૨જી ઓકટોબર ૧૯૯૭ના રોજ તે સમયે મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારે પોરબંદર જિલ્લો જાહેર કરેલ : જિલ્લાનું લોકાર્પણ ૭ વર્ષના દીક્ષિત ઠકરારના હસ્તે દીપ પ્રાગટય દ્વારા થયેલ હતું

પોરબંદર જિલ્લાનું તે સમયે લોકાર્પણ કરનાર ૭ વર્ષના અને આજે ઇલેકટ્રીક મીડિયા સાથે સંકળાયેલ દીક્ષીત ઠકરારની તસ્વીર.

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૨ : આજે ગાંધી જયંતિએ પોરબંદર જિલ્લો બન્યો તેને ૨૪ વર્ષ પૂર્ણ થયેલ છે. ૨જી ઓકટોબર ૧૯૯૭ના રોજ તે સમયે મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાની રાજપા સરકારે પોરબંદરને જિલ્લો જાહેર કર્યો હતો. જિલ્લાનું લોકાર્પણ કરવા શંકરસિંહ વાઘેલા આવી નહીં શકતા તે સમયે જિલ્લાનું લોકાર્પણ ૭ વર્ષના દીક્ષિત વિપુલભાઇ ઠકરારના હસ્તે દીપ પ્રાગટય સાથે કરવામાં આવ્યું હતું.

અઢી દાયકા પહેલા શ્રી શંકર સિંહ વાઘેલાની રા.જ.પા. સરકારે પોરબંદરને ઘણા લાંબા સમયની માંગ ને સંતોષી અને અલગ જિલ્લાનુ પ્રતિનિધિત્વ આપ્યું તેને ૨૩ વર્ષ પૂર્ણ થયા અને ૨૪ મી વર્ષગાંઠ એમાં કુતિયાણાના - રાણાવાવના પૂર્વ ધારાસભ્ય સ્વ.ભૂરાભાઇ મુંજાભાઇ જાડેજા એ બે કલાકમાં જ પોરબંદરને જિલ્લો જાહેર કરાયો હતો. કમનસીબે રા.જ.પા. સરકાર તે દિવસે જ તૂટી પોરબંદરની જૂની હજૂર કોર્ટમાં સિટી સરવેની કચેરી માં સર્વ પ્રથમ પોરબંદર જિલ્લાની વહીવટી તંત્ર યાને કે કલેકટર કચેરી કાર્યરત થઇ તેનું દીપ પ્રાગટ્ય માત્ર સાત વર્ષની ઉમરના દીક્ષિત વિપુલભાઇ ઠકરારે લોકાર્પણ કરી પોરબંદર જિલ્લો જાહેર કરાયો જેતે સમયે પોરબંદર જીલ્લાને જિલ્લાનુ વડુમથક જાહેર કરવામાં આવ્યું.

 માણેક ચોકમાં પૂર્વ દરવાજે આવેલ જિલ્લાનુ મુખ્ય તોરણ પાટનગર તરીકે નગરપાલિકાના જેતે સમયના પ્રમુખ હીરાલાલ ગગનભાઇ શિયાળએ શાસ્ત્રો મુજબ વિધિ વેદોમંત્રો સાથે જિલ્લાનુ કેપિટલ શહેર તરીકે પોરબંદરને જાહેર કર્યું. અને પ્રથમ જિલ્લા કલેકટર તરીકે મનોજકુમારદાસ તરીકે સરકારના પ્રતિનિધિ તરીકે ગાંધીનગરથી આવેલ શ્વંતત્રતબેન શેખોન પાસેથી વહીવટી કલેકટર કચેરીનો ચાર્જ સંભાળ્યો મનોજ કુમારદાસ વિકાસશિલ તેમનું માનસ હતું. જેમની વિકાસ લડતમાં ભગુભાઈ દેવાણી, હેમેન્દ્ર કુમાર પારેખ, હિતેશ ઠકરાર, સ્વ. જી.આર.ટુકડીયા, વિપુલ ઠકરાર અને જેતે સમયે પોરબંદર જૂનાગઢ જિલ્લામાં

સબ - જિલ્લો હતો અને જરૂરિયાત જાણતા જેતે સમયના જૂનાગઢ જિલ્લાના જિલ્લા કલેકટર સી.કે.માકડે. સરકાર ને દરખાસ્ત મોકલેલી અને પોરબંદર અલગ જિલ્લો મળે તેમાટે ભલામણ કરી હતી. જે તે સમયે સ્વ.મામલતદાર શ્રી લખલાની તથા નાયબ કલેકટર અશોક શર્મા પણ સકારાત્મક ભૂમિકા ભજવી અને પોરબંદરને જિલ્લાનુ અલગ પ્રતિનિધિત્વ મળ્યું. જયારે દીક્ષિત ઠકરાર આજે ઇલેકટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલ છે.

(12:58 pm IST)