Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

મોરબી ભાજપ કૉંગ્રેસ બન્ને પાર્ટીના જીતના દાવા

કાંતિભાઈ ? કે જયંતિભાઈ ? જબ્બરી ઉત્તેજના, તા 8 ના ફેંસલો!!

મોરબીની હાઈપ્રોફાઈલ ગણાતી વિધાનસભાની બેઠક બાદ ગઇકાલે મતદાન પુર્ણ થયા બાદ ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા અને કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ પોતપોતાના કાર્યાલયે આવી પહોંચતા બન્ને કાર્યાલય પર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને કાંતિભાઇએ ભાજપના કાર્યકરોની મહેનત રંગ લાવશે તેવું જણાવી ભાજપની, પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તો પૂર્ણ જીતના વિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલા અને કોઇ પણ જાતની મોટી સભાઓ કે રેલીઓ કર્યાં વગર શાંતિથી પ્રચાર કરનાર કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલે પણ પુરા આત્મવિશ્વાસ સાથે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અને તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ વસંતભાઇ ગોરીઆએ પણ આ સીટ પર ખુબ સારો પ્રતિસાદ મળસેની આશા વ્યક્ત કરી હતી.
મોરબી ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, એમ. પી. ના મુખ્યંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલાએ મોરબીમાં સભાઓ ગજવી ભાજપના ઉમેદવાર માટે મતો માગ્યા. ઉમેદવારે કાંતિભાઈ એ પણ કાર રેલી.યોજી. ગ્રામ્ય પંથકમાં સભાઓ કરી, મોરબીમાં પણ દરેક વિસ્તારમા લોકસંપર્ક કર્યો અને મત માગ્યા.
તો કોંગ્રેસના કોઈ મોટા ગજાના નેતાઓની સભાઓ યોજાઈ નહી, કોઈ મોટી કાર કે બાઇક રેલી પણ જોવા ના મળી. ગ્રામ્યપંથક તેમજ શહેરી વિસ્તારમાં તેમને ડોર ટુ ડોર જઈ પોતાની વાત રાખવા સાથે મત માગ્યા.
ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પડઘમ શાંત થવા સુઘી અને પડઘમ શાંત થયા બાદ ગ્રુપ મીટીંગો સહિત જે કંઈ થઈ શકતુ હતુ તે કર્યું અને પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી.
ભાજપ  પાસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, હિન્દુત્વ, રાષ્ટ્રવાદ, વિકાસ અને ઉમેદવારના કાંતિભાઈની લોકપ્રિયતા અને સેવાકાર્યોના સહિતના મુદ્દાઓ છે.
જયારે કોંગ્રેસ પોતાના પ્રચારમાં મોંઘવારી,બેરોજગારી, સીક્ષણનું વ્યાપારીકરણ, મોંઘી આરોગ્યસેવા, સિંચાઇ અને ઝૂલતાપુલના અસરગ્રસ્તોને ન્યાય અપાવવાના, મોરબી સ્થાનીક પાલિકાના ભ્રસ્ટાચાર,પ્રાથમિક સુવિધાના અભાવને મુદ્દાને લઈ મેદાનમાં છે
હવે જોવું એ રસપ્રદ રહેશે કે કોના મુદ્દાઓ મતદારોને આકર્ષવામાં સફળ રહે છે!
પરંતુ આખરી નિર્ણય તો એક દિવસના રાજા એવા મતદારોએ કરવાનો હતો અને ગઇકાલે મતદાનના રૂપમાં એ નિર્ણય મતદાર કરી નાખ્યો છે. અને તે નિર્ણય હાલ ઈ વી એમ મા બંધ કરી દિધો છે.
જયારે તારીખ 8 મી ડિસેમ્બરના ઇ વી એમ ખુલશે ત્યારે મતદારો દુધનું દુધ અને પાણીનું પાણી કરી બતાવશે. અને કોના દાવામાં કેટલો દમ હતો એ પણ ખબર પડી જશે!!
મોરબીમાં મતદાન પુરૂ થાય, હજુ સતાવાર મતદાનના આંકડા પણ જાહેર ના થયા હોય ત્યાંતો હારજીતની સર્તો લગાવવા વાળા મેદાનમાં આવી જતા હોય છે. અને મોરબી વિધાનસભાની ચૂંટણીઓમાં લખોની નહી પણ એક એક કરોડની સરત લાગતી હોવાનું બધા જાણે છે.
પરંતુ ગમે તે કારણ હોય ગઇકાલે મતદાન પૂર્ણ થયા બાદ રાત્રી સુઘી આવા સરતોના સોખીનો મેદાનમાં ક્યાંય આવ્યા હોવાનુ સાંભળવામાં આવ્યુ નથી. એ પણ એક મોટી આશ્ચર્યની બાબત છે!! અને તે ઘણું બધું કહી જાય છે!!

(1:05 am IST)