Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

દામનગરનું ગૌરવ જીલ નારોલા : ક્રિકેટમાં અનેરી સિધ્‍ધિઓ

(વિમલ ઠાકર દ્વારા)દામનગર તા. ૨ : અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના દામનગર શહેરના વતની અને સુરત રહેતા પટેલ સમાજના મનસુખભાઈ નારોલાના ૧૯ વર્ષીય બી.કોમ.માં બીજા વર્ષમાં અભ્‍યાસ કરતા જીલ નારોલા એક ઓલરાઉન્‍ડર ક્રિકેટર તરીકે ૧૦૦ થી વધુ ટ્રોફી મેળવી જડપી બોલર તરીકે મહાનુભાવોના હસ્‍તે સન્‍માનિત થયેલ છે.આંતર રાજ્‍યોમાં ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં રમીને અત્‍યાર સુધીમાં ૧૩૦ ઓન લાઈન અને ૭૦ થી વધુ ઓફ લાઈન થી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે.

એક મુલાકાતમાં જીલ નારોલા એ જણાવ્‍યું હતું કે હું ૫ વર્ષનો હતો ત્‍યારે થી મને ક્રિકેટ રમવાનો વિચાર આવ્‍યો ત્‍યારથી વિવિધ ટુર્નામેન્‍ટમાં ભાગ લઈને એક શોખના ભાગરૂપે દામનગર - ગુજરાત અને દેશનું નામ રોશન કરવાના સંકલ્‍પ સાથે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્‍થાન મળે એવી દ્રઢ મનોબળ અને ઈચ્‍છાશક્‍તિ સાથે કોચ અને માતા - પિતાના આશીર્વાદ સાથે વધુ ને વધુ રમવાની તક મળે એવી પ્રબળ ઇચ્‍છા વ્‍યક્‍ત કરી,ક્રિકેટ રમવાનો સંકલ્‍પ કર્યો છે. અત્રે નોંધનીય છેકે જીલ નારોલા શિરડી અને હરિયાણામાં પણ ટુર્નામેન્‍ટમાં ભાગ લઈ સ્‍પિનર કમ ફાસ્‍ટ બોલર તરીકે શ્રેષ્ઠ દેખાવ બદલ ટ્રોફી મેળવી છે.સમગ્ર દામનગરના લોકો જીલ નારોલા ખુબજ પ્રગતિ કરે એવી  શુભકામના પાઠવી રહ્યા છે.

(10:53 am IST)