Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

હળવદના શકિતનગર ગામ પાસે ટ્રેકટરને ટ્રકે ટક્કર મારતા શ્રમિકનું મોત : એક ગંભીર

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૨ : અહીંના હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર શકિતનગર ગામ પાસે ગઈકાલે મોડી સાંજે હળવદ તાલુકાના લીલાપુર ગામેથી મગફળી ભરેલું ટ્રેક્‍ટર હળવદ માર્કેટ યાર્ડમા વહેંચણ માટે જઈ રહ્યું હતું ત્‍યારે પાછળથી ટ્રેક ટક્કર મારતાં મગફળી ભરેલી ટ્રોલી પલટી મારી ગઇ હતી.

જેમાં બેઠેલા બે યુવાનો દબાઈ ગયા હતા. તેમાં એક શ્રમિક યુવાનનું ઘટના સ્‍થળે જ મોત નિપજયું હતું અને અન્‍ય એક યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેને મોરબી ખાતે વધુ સારવાર માટે ખસેડવમાં આવેલ હતા.  આ બનાવમા છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામના જોરિયાભાઈ નારણભાઈ ધાનુકનું મોત નીપજયું હતું અને પુનાભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી.ᅠમતદાન પૂર્ણ થયા બાદ હાઇવે ગોઝારો બન્‍યો હતો.

(11:42 am IST)