Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

બાબરામાં જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ રામભાઇ સાનેપરાની ઉપસ્‍થિતિમાં શહેર ભાજપની ટીફીન બેઠક યોજાઇ

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા.૩:

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ ર્ંશ્રી કૌશિકભાઈ વેકરીર્યાંની સૂચના મુજબ બાબરા શહેર ખાતે જીલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ રામભાઇ સાનેપરા અધ્‍યક્ષસ્‍થાને વોર્ડ નંબર ૫ માં વિવેકાનંદ સ્‍કૂલના ગ્રાઉન્‍ડ માં ટીફીન મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું.ᅠ આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્‍યું અને ચુંટણી લક્ષી માર્ગદર્શન આપ્‍યું હતું

આ મિટિંગમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા બાબરા શહેર ભાજપ મહામંત્રી બીપીનભાઈ રાદડિયા નગરપાલિકા પ્રમુખ લલિતભાઈ આંબલીયા ઉપ પ્રમુખ વસંતભાઇ તેરૈયા કારોબારી ચેરમેન ભુપતભાઈ બસીયા શહેર ભાજપ કિસાન મોરચા પ્રમુખ સુરેશભાઈ ભાલાળા નાગરિક બેન્‍કના પૂર્વ ચેરમેન નરૂભાઈ ત્રિવેદી પાલિકા સદસ્‍ય શંભુલાલ પાંચાણીᅠ ધર્મેશભાઈ વાવડિયા ભરતભાઈ રંગપરા અંકુરભાઈ જસાણી તેમજ બાબરા શહેર કોષાધ્‍યક્ષ રસિકભાઈ ગોજારીયા બાબરા શહેર ભાજપ ઉપપ્રમુખ કિરીટભાઈ પરવાડીયા બાબરા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પ્રતાપભાઈ ખાચર બાબરા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્‍તાફભાઈ ગોગદા તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

(10:44 am IST)