Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

કેશોદના પાડોદર પે સેન્‍ટરના શિક્ષકોનો નિવૃતિ વિદાય સમારંભ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૩: કેશોદ તાલુકાના પાડોદર પે સેંટર શાળામાં ત્રણ શિક્ષક વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં શાળામાં વિદાય સમારંભ યોજાયો હતો.

પાડોદર પે સેંટર નીચે આવતી શાળાઓ માં ઈશરા પ્રાથમિક શાળાના આચાર્ય હરસુખભાઈ આરદેશણા, પાડોદર પ્‍લોટ શાળાના નીલમબેન રાયચૂરા તથા પાડોદર પે સેંટર શાળાનાં હંસા બેન કારીયા ત્રણે કર્મચારીઓ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ યોજવામાં આવેલ જેમાં પે સેન્‍ટરની તમામ શાળાનાં શિક્ષકો હાજર રહ્યા હતા ત્રણેય શિક્ષકોની સેવાને શબ્‍દોથી સ્‍વાગત ધ્રુવ સર દ્વારા કરવામાં આવેલ તેમજᅠ શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ. તેઓની વર્ષોની સેવાને પે સેંટરના આચાર્ય રમેશભાઇ નંદાણીયા દ્વારા બિરદાવી તંદરસ્‍ત અને લાંબુ આયુષ્‍ય બની રહે તેવી શુભેચ્‍છા પાઠવેલᅠ ᅠહતી. આભાર વીધી પરેશભાઇ ગામીએ કરેલᅠ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનીષા બેન ગોસ્‍વામી દ્વારા કરવામાં આવેલ હતુ.

(11:24 am IST)