Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાન મંદિરના શાષાી સ્‍વામીના વ્‍યાસાસને મોરબીમાં આયોજીત કથાનો વિરામ

વાંકાનેર : મોરબીમા સનસીટી ગ્રાઉન્‍ડ, રવાપર, ધૂનડા રોડ, મોરબી ખાતે મોરબી સતસંગ સમાજ આયોજીત  ‘‘હનુમાન ચાલીસા કથા''માં તા, ૩૦ ને શનિવારને અમાસના રોજ કથામાં  હનુમાન જન્‍મોત્‍સવ અતિ, આનંદ અને ઉત્‍સાહ પૂર્વક ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે આતશબાજી, બેન્‍ડપાર્ટી, અને પુષ્‍પોના વર્ષાથી ભવ્‍યતાથી ભવ્‍ય રીતે હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી કરવામાં આવેલ હતી મોરબીના આગણે એક અદભુત નજારો સૌ પ્રથમવાર આવો જોવા મળ્‍યો હતો હનુમાન જન્‍મોત્‍સવ માં ભાઈઓ બહેનોએ મહારાસ ની રંગત જમાવી હતી તેમજ અસંખ્‍ય સંખ્‍યામાં નાના શ્રી હનુમાનજી, તેમજ વાનર દૂતો બનેલ હતા જે સ્‍ટેજ ઉપર વિશાળ સંખ્‍યામાં હનુમાનજી, વાનર દૂતોએ રાસ લીધા હતા એક અદભુત નજારો સ્‍ટેજ ઉપર પણ જોવા મળેલ હતો સાથોસાથ ભવ્‍ય ‘‘અન્નકોટ ઉત્‍સવ'' યોજાયેલ હતા મોરબી શહેર તૅમજ આજુબાજુના ગામોમાંથી હજારો ભાવિકોએ હનુમાન જન્‍મોત્‍સવ ઉત્‍સવ ના દર્શનનો અને કથા શ્રવણનો લાભ લીધેલ હતો આ ઉપરાંત સરહદ ઉપર જે યુવાનો ચાર શહિંદ થયેલ જેના પરિવારજનોને વક્‍તા  પરમ પૂજ્‍ય શાષાી સ્‍વામીશ્રી હરી-કાશદાસજી સ્‍વામી ( સાળગપુરધામ ) તૅમજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળગપુરના કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીના હસ્‍તે દરેકના પરિવાર ને એક એક લાખ નો ચેક મોરબીના પૂજ્‍ય સ્‍વામીજીના અને દાદાના અનન્‍ય ભક્‍તજન અજયભાઈ લોરિયા દ્વારા અર્પણ કરવામાં આવેલ તૅમજ શ્રી અજયભાઈ લોરિયા, મોરબી દ્વારા સરહદ ઉપર શહીદ થયેલ અગાઉ પણ ( ૬૮ શહિંદ પરિવાર )ને એક કરોડ ની સહાય કરેલ છે. આ દિવ્‍ય હનુમાન ચાલીસા કથાની પુર્ણાહુતી સોમવાર ના રોજ રાત્રે થયેલ આ પ્રંસગે આ ભવ્‍ય કથાના આયોજનને સફળ બનાવવા દિવસ રાત જોયા વગર જે જે યુવાનોએ સ્‍વયંમ સેવકોએ જહેમત ઉઠાવેલ જે બધા યુવાનોને વક્‍તા  પરમ પૂજ્‍ય શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીએ આશીર્વાદ આપી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવની છબી અને  ‘‘હે હનુમાન હર સકટ મેં હનુમાનજી મહારાજ ના દિવ્‍ય ચરિત્રનું પુસ્‍તક બધાને આપેલ હતું અને બધા ભક્‍તોની સેવા બિરદાવી હતી,, આ ઉપરાંત રાજકોટના સંસદ સભ્‍ય શ્રી મોહનભાઈ કુંડરીયા કથાની પુર્ણાહુતી ્‌પ્રંસગે ખાસ પધારેલ જેવોએ પ, પુ સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામી ના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. કથામાં સાતેય દિવસ અવનવી ફૂલોની રંગોળી દરરોજ બહેનો બનાવતા એમને માવડીઓને પ્રણામ કરૂ છુ કથા પૂર્ણ થયા બાદ સર્વ યજમાનોએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવની આરતી શ્રદ્ધા સાથે કરૂણમય વાતાવરણમા ઉતારેલ કે જ્‍યાં સાત દિવસ આ ઉત્‍સવ ની કથાની પુર્ણાહુતી હોય હૈયે હૈયું ભરાયેલ હતું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ કી જય ના નારા સાથે કથાના અંતિમ દિવસે હજારો ભાવિકોએ મહાપ્રસાદ લીધેલ હતો કથામાં સાતેય દિવસ પ્રસાદના યજમાન શ્રી અજયભાઈ લોરિયા હતા.

 

(11:41 am IST)