Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

આજે સુરેન્‍દ્રનગર જીલ્લાનાં વિર શહિદ શ્રી દાજીરાજ દાદાનો શૌર્યદિવસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૩ : સૌરાષ્‍ટ્ર પ્રદેશમાં ઝાલાવાડ પરગણામાં પંખીનાં માળા જેવું એક ભોયકા ગામ આવેલું છે. જ્‍યાં આજથી ત્રણસોને વીસ વરસ પહેલાં ભોયકા ગામની સીમમાં આવેલ રણવટીયા ધામની ધરતી ઉપર ધર્મ. નિતી. સત્‍ય.નાં રખોપા ખાતર યુધ્‍ધ ખેલાયેલું જેમાં ભોયકા ગામનાં શ્રી શેષમલજી બાપુ ( દાજીરાજ દાદા) વિક્રમ સંવંત. ૧૭૫૮.વૈશાખ સુદ. ત્રીજ ને શુક્રવારનાં દિવસે રણ સંગ્રામમાં  ગાયોની વહારે ચડતાં  વિરગતીને પામી આ ગામની પાવન ભુમિને પવિત્ર કરી રણવટીયાધામ ની ભુમિમાં પાળીયાં તરીકે પ્રગટ થઈ આજે શ્રી દાજીરાજ દાદાનાં નામે હાજરાહજુર પુજાઈ રહ્યાં છે.
ૅકહેવાય છે કે ધડ રે ધીંગાણે જેનાં માથડાં મસાણે એવાં પાળીયાં થઈને પુજાવું ઘડવૈયાં મારે ઠાકોરજી નથી થાવું.ૅ
તે પંક્‍તિ ને સાર્થક કરી. કેશરીયાં રંગે રંગાઈને રણવટીયા ધામમાં દાદા આજે પણ રણ મેદાનની મધ્‍યમાં અણનમ અડીખમ પાળીયાં રૂપે આજે પણ ઉભાં છે. અને અઢારેય વરણ આજે દાદાને  તેમની શૂરવીરતાં ને યાદ કરી નત મસ્‍તકે દાદા ને કોટી કોટી વંદન સાથે પ્રણામ કરે છે.
આજે શ્રી દાજીરાજ દાદાનાં વિરગતી દિવસ નિમિતે દાદાને કોટી કોટી વંદન સાથે  મારાં લાખો લાખો પ્રણામ

 

(11:47 am IST)