Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ઉનાના અંજારનો યુવાન ર ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપાયો

ઉના તા. ૩ :.. પોલીસે અંજાર ગામના મનુ કચરાભાઇને બે ચોરાઉ મોટર સાયકલ સાથે પકડી પાડયો છે.
ગીરસોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ત્‍થા એએસપી ઓમ પ્રકાશભાઇ જાટની સુચનાથી વાહન ચોરી, મિલ્‍કત વિરોધી ગુનાનો ભેદ ઉકેલવા ઉનાના પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ. યુ. મસીનાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફનાં એએસઆઇ પી. પી. બાંભણીયા, પોલીસ હેડ કો. અરવિંદભાઇ જાની, નીલેશભાઇ છગનભાઇ બાંભણીયા, પોલીસ કર્મચારી ભીખુશા બચુશા વિગેરે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે ઉના ભાવનગર રોડ ઉપર રોકડીયા હનુમાન પાસે એક મોટર સાયકલ ઉપર જતા મનુ કચરાભાઇ બાંભણીયા રે. અંજાર તા. ઉના ને રોકાયેલ.
આ યુવાન પાસે બાઇ જીજે-૧૧-આર.આર. ૪૭૦૩ કાળા કલરનું રોકાવી કાગળીયા માંગતા ના આપતાં તેમને ઉના પોલીસ સ્‍ટેશને લાવી પુછપરછ કરતા વધુ એક મોટર સાયકલ હિરો હોન્‍ડા નંબર જીજે-૧૧-એજે ૧૮૭૬ પણ મળી આવતા બન્ને ચોરી કરેલની કબુલાત આપતા તેની ધરપકડ કરી કુલ રૂા. ૪૦ હજારના બે મોટર સાયકલ કબજે કરી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી સફળતા મેળવી હતી.

 

(11:50 am IST)