Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

કેન્‍દ્ર સરકારએ ૮ વર્ષમાં એકસાઇઝ ડયુટીમાં કરેલ વધારો પરત ખેંચે તો પેટ્રોલ-ડીઝલ સસ્‍તુ થાય

પેટ્રોલ-ડીઝલ સસ્‍તુ બનાવવા અર્જુનભાઇ મોઢવાડીયાનું સરકારને સૂચન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨: કેન્‍દ્ર સરકારે આઠ વર્ષમાં એકસાઇઝ ડયુટીમાં કરેલ વધારો પાછો ખેંચે તો પેટ્રોલ ૮૦ રૂપીયે અને ડીઝલ ૭૦ રૂપીયે લીટર મળી શકે તેવુ સરકારને સુચન પુર્વ ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાએ કર્યુ છે.

કેન્‍દ્રની ભાજપ સરકાર ટેકસ ઘટાડવા  રાજયો ઉપર દબાણ કરવાની જગ્‍યાએ એકસાઇઝ ડયુટીમાં ઠોકી બેસાડેલ અસહ્ય વધારો પાછો ખેંચી જનતાને મોંઘવારીમાંથી રાહત આપે તેવી અપીલ કરીને વધુમાં અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું કે ફુડ ઓઇલના ભાવ ઘટયા હતા ત્‍યારે કેન્‍દ્ર સરકાર દ્વારા એકસાઇઝ ડયુટીમાં બેફામ વધારો કરી લોકોને સસ્‍તા પેટ્રોલ, ડીઝલથી વંચીત રાખનાર કેન્‍દ્રની ભાજપ સરકાર હવે ક્રુડના ભાવ વધ્‍યા છે ત્‍યારે એકસાઇઝ ડયુટી ઘટાડી જનતાને રાહત આપવાની પોતાની નૈતીક ફરજમાંથી પાછી પાની કરી રહી છે.

પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું કે કેન્‍દ્રની ભાજપ સરકારે ૭ વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ ઉપર એકસાઇઝ ડયુટીમાં ૩૦૦ ટકા વધારો કરી દીધો છે. વર્ષ-ર૦૧૪-૧પમાં સરકાર વાર્ષીક માત્ર રૂા. ૭૪,૧પ૮ કરોડ રૂપીયા  એકસાઇઝ ડયુટી વસુલતી હતી. જેમાં ભાજપ સરકારે સતત વધારો કરી વર્ષ ર૦ર૦-ર૧માં અધધ રૂા. ૩.૭ર લાખ કરોડ સુધી પહોંચાડી દીધી છે. જો કે તેમાંથી રાજયોને ભાગીદારી માત્ર રૂ). ૧૯,૯૭ર કરોડ આપવામાં આવી છે. બાકીની રૂા. ૩.પર લાખ કરોડ જેટલી રકમ કેન્‍દ્ર સરકારની તિજોરીમાં રાખવામાં આવી છે.

અર્જુનભાઇ મોઢવાડીયાએ કહયું હતુ કે વર્ષ ર૦૧૪ સુધીમાં કેન્‍દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. ત્‍યારે પેટ્રોલ ઉપર રૂ). ૯.ર૦ લી. અને ડીઝલ ઉપર રૂ).૩.૪૬ લી. જેટલી નજીવી એકસાઝ ડયુટી વસુલવામાં આવતી હતી. પરંતુ ભાજપ સરકારે સતામાં આવ્‍યા બાદ એકસાઇઝ ડયુટી પેટ્રોલ ઉપર રૂ). ર૩.૭ લી. અને ડીઝલ ઉપર રૂ). ર૮.૩૪ લી. જેટલો જંગી વધારો ઝીંકી દીધો. જેના કારણે એકસાઇઝ ડયુટઠી વધીને પેટ્રોલ ઉપર ૩ર.૯૦ લી. અને ડીઝલ ઉપર રૂા. ૩૧.૮૦  લી. સુધી પહોંચી ગઇ હતી. ગત વર્ષે પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીમાં નકુશાન જવાના ડરથી ભાજપ સરકારે ૪ નવેમ્‍બર ર૦ર૧ના રોજ પેટ્રોલ ઉપર એકસાઇઝ ડયુટીમાં રૂ). પ લી. ડીઝલ ઉપર એકસાઇઝ ડયુટીમાં રૂા. ૧૦ લી.નો નજીવો ઘટાડો કરી જાણે જનતાને મોટી રાહત આપી હોય તેવો ભ્રામક પ્રચાર કર્યો હતો.

(4:45 pm IST)