Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

માવઠાથી રાજુલા - ખાંભા પંથકમાં કેરી, ડુંગળી સહિતના પાકને નુકસાન

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરીની સિઝન પહેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતીત

રાજકોટ તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ધોમધખતા તાપ વચ્‍ચે અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા પંથકમાં કમોસમી વરસાદથી કેરી, ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરીની સિઝન પહેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતીત છે.

કાળઝાળ ઉનાળાના ધોમધખતા તાપમાં અમરેલી અને ખાંભા પંથકમાં એકાએક વાતાવરણ પલટાયું હતું અને જોતજોતામાં તેજ તોફાની પવન સાથે કમોસમી વરસાદ ધોધમાર વરસવા લાગ્‍યો હતો. સાવરકુંડલાના ઘનશ્‍યામનગરમાં કરા પણ પડયા હતા. એકાએક મોસમે રંગ બદલતા કેરી, ડુંગળી સહિતના ઉનાળુ પાકોને ભારે નુકસાન થયાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્‍યા હતા.

ખાંભા, ગીરના થોરડી, આંબરડી, ભારવડી, ચાતુરી, રાયડી સહિતના ગામમાં ભરઉનાળે માવઠું વરસતા આヘર્ય ફેલાયું હતું. ખાંભા ગીર અને સાવરકુંડલા, રાજુલા પંથકના ગામડામાં વાવાઝોડા જેવો તોફાની પવન ફુંકાયો હતો. ગાજવીજ અને પવનના સુસવાટા સાથે ઉનાળામાં ચોમાસુ જામ્‍યું હોય એવો માહોલ છવાઇ ગયો હતો. જેના કારણે ગરમીમાં રાહત મળી છે પરંતુ ખેતીના પાકોને નુકસાનીની દહેશત વ્‍યાપી છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં રવિવારે પડેલી કાળઝાળ ગરમીમાં સોમવારે રાહત મળી હતી. તાપમાનનો પારો ૪૩ ડિગ્રી પહોંચ્‍યો હતો જે ગઇકાલે ૪૧ ડિગ્રી સુધી રહેતા ગરમીમાં ઘટાડો થયો હતો. ગઇકાલે રાજકોટમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે આજે ૪૧.૩ ડિગ્રી રહ્યું હતું.

અમરેલી ૪૧.૬, રાજકોટ ૪૧.૩, સુરેન્‍દ્રનગર ૪૧.૮, ભાવનગર ૪૦.૪, જૂનાગઢ ૪૦.૧, દ્વારકા ૩૩.૫, જામનગર ૩૯, ઓખા ૩૩.૬, પોરબંદર ૩૫.૨, વેરાવળ ૩૩.૯, દીવ ૩૨.૩, મહુવા ૩૪.૬, કેશોદ ૩૮.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

રાજુલા

રાજુલા : રાજુલાના મોટા આગરિયા ગામે ગઇકાલે કમોસમી વરસાદ વરસ્‍યો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને અને કેરીના પાકોને ભારે નુકસાન થયેલ છે. આ અંગે ભર ઉનાળે વરસાદ ખાબકતા જોકે ગરમીમાં થોડી રાહત થયેલ છે.

ગ્‍લોબલ વોર્મિંગને કારણે તથા વતા વારમાં આવેલા ફેરફારને કારણે અવાર નવાર કમોસમી વરસાદ અને વાવાઝોડાઓ આવતા રહે છે. આ અંગે નિષ્‍ણાતોનું માનવું છે કે, પ્રદૂષણ અને જંગલો તથા ઝાડોનો મોટા પ્રમાણ નાશ થવાથી આવું બની રહ્યું છે. નિષ્‍ણાતોએ એવું પણ જણાવેલ છે કે જો આગળ પ્રદૂષણ રોકવું અને વૃક્ષો ઉછેર કરવામાં ધ્‍યાન નહિ આપવામાં આવે તો બહુ ખરાબ દિવસો જોવા મળશે.

ખાંભા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર : અમરેલી જિલ્લાના ખાંભા (ગાયકવાડી) ગામે ગઇકાલે બપોરે ચાર વાગ્‍યે પવન સાથે વરસાદ ખાબકયો હતો. સાર્વત્રિક પાણી... પાણી... નજરે પડયું હતું. કાળઝાળ ગરમીથી સતત શેકાતા ખાંભા (ગાયકવાડી)ના લોકોએ વરસાદના આગમનથી ઠંડક અનુભવી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૭ મહત્તમ, ૩૭ લઘુત્તમ, ૭૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૮.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:57 am IST)