Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

કોરોનામાં અકાળે અવસાન પામેલ સ્‍વ. માતાનું સ્‍વપ્‍ન તેમની દિકરીએ સાકાર કર્યુ

વાળંદ સમાજનું ગૌરવ મીરાં નિતિનભાઇ કાલાવડિયાનું કાવ્‍ય વર્લ્‍ડ રેકોર્ડ ઓફ ઇન્‍ડિયામાં પસંદગી પામ્‍યું

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૩ : ગત તારીખ ૨૬ જાન્‍યુઆરી ૨૦૨૨ના રોજ આઝાદી કા અમળત મહોત્‍સવ, નિમિત્તે દેશ પરદેશ આંતરાષ્‍ટ્રીય મેગેઝિનમા કમિટિ મેમ્‍બરો અને તેના બ્રાંડ એમ્‍બેસેડર ઈવાબેન પટેલ દ્વારા એક દેશ ભક્‍તિ કાવ્‍ય અને શૌર્યગીત સ્‍પર્ધા યોજવામાં આવી હતી, જે અંતર્ગત સમગ્ર વિશ્વમાંથી અનેક સર્જકોએ પોતાના કાવ્‍યો મોકલ્‍યા હતાં જેમાથી ક્ષતિ રહિત ૧૦૦ કાવ્‍યોની પસંદગી થઈ અને તે કાવ્‍યો ખૂબ ટૂકાંગાળામાં ૅકાવ્‍ય અમળતૅ પુસ્‍તક સ્‍વરૂપે પ્રકાશિત થશે. આ સ્‍પર્ધા અને બુકને વલ્‍ડૅ રેકોર્ડ ઓફ ઇન્‍ડિયાએ રેકોર્ડ કરી છે ત્‍યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના સ્‍વ. નયનાબેન નિતિનભાઇ કાલાવડિયાની ૨૪ વર્ષીય   સુપુત્રી મીરાં કાલાવડિયાનુ કાવ્‍ય ‘‘દેશ મારો રળિયામણો''પસંદગી પામ્‍યું છે અને મીરાં કાલાવડિયાનું નામ સાહિત્‍ય જગતમાં પ્રસિદ્ધિ પામતા તેઓ વલ્‍ડૅ રેકોર્ડ ઓફ ઇન્‍ડિયા હોલ્‍ડર વીથ ગોલ્‍ડમેડલ બન્‍યા છે તેઓને વલ્‍ડૅ રેકોર્ડ ઓફ ઇન્‍ડિયા તરફથી ગોલ્‍ડ મેડલ, સર્ટિફિકેટ, અને પોકેટપીન આપવામાં આવ્‍યું છે.

 મીરાં કાલાવડિયા છેલ્લા ૩ વર્ષથી સાહિત્‍ય જગત સાથે જોડાયેલા છે તેઓ હાલ આઈ.આઈ.ટી.ઈ

સંલગ્ન ડાયટ અમરેલીમાં અંગ્રેજી વિષય સાથે બી. એડ. નો અભ્‍યાસ કરી રહ્યા છે, તેમનો માતળભાષા -ત્‍યેનો વિશેષ લગાવ જ તેમને સાહિત્‍ય ક્ષેત્રે -સિદ્ધિ આપી છે. તેમણે આ  ઉપરાંત કેટલાક સહિયારા પુસ્‍તકો અને  ઈ-મેગેઝિનમા કામ કર્યું છે.

મીરાં બહેને વિશ્વ વિક્રમ વિજેતા બનીને તેમની સ્‍વ. માતા નયનાબહેન અને પિતા નિતિનભાઇ તેમજ સમગ્ર વાળંદ સમાજનુ અને અમરેલી જિલ્લાનું  પણ ગૌરવ વધારવા બદલ સાવરકુંડલા માનવમંદિર ના સંતશ્રી ભક્‍તિબાપુ અનેજીરા વતની અને સા.કુ તાલુકા ભાજપ કનવીર સતીષમહેતા, સરદાર પટેલ માધ્‍યમિક શાળા ના આચાર્ય કિશોરભાઈ દવે તેમજ સ્‍ટાફ અને એસ.બી.આઈ લાઈફ મિત્ર બળવંતભાઈ મહેતા ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

 

(12:03 pm IST)