Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

જૂનાગઢમાં ૩ શખ્‍સો પાસા હેઠળ જેલહવાલે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩: જૂનાગઢ રેન્‍જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્‍દર પ્રતાપસિંક પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી નેસ્‍તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝૂંબેશ અન્‍વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરીસ્‍થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્‍ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢ દ્વારા પાસા દરખાસ્‍ત તૈયાર કરી અત્રે મોકલતા જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી તથા કલેકટર શ્રી રચિંત રાજ સાહેબ તરફ પોલીસ અધિક્ષકશ્રી મારફત મોકલતાં. જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી તથા જિલ્લા કલેકટરશ્રી જૂનાગઢ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્‍વરીત જૂનાગઢ જિલ્લાના (૧) નરેન્‍દ્રભાઇ ઉર્ફે નરેન મોહનભાઇ સોંદરવા અનુજાતી ઉવ.૩૦ ધંધો હીરા દ્યસવાનો રહે. ખડીયા ગામ, હનુમાનપરા, પહેલી ગલી, તા.જી. જૂનાગઢ (ર) હનીફભાઇ સાહેબખા જલવાણી મુસ્‍લીમ ઉ.વ.૨૭ ધંધો ડ્રાઇવીંગ રહે. રાજીવનગર, ગ્રોફેડ રોડ (૩) રવિભાઇ ગોવિંદભાઇ સોંદરવા અનુજાતી ઉ.વ.૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે. ધોરાજી, બહારપુરા, વણકર વાંસ, કારખાના વિસ્‍તાર તા.ધોરાજી જી. રાજકોટ મુળ ઞામ ખડીયા ગામ, વણકરવાંસ તા.જી. જૂનાગઢવાળાઓ વિરૂધ્‍ધ પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરવામાં આવેલ.

 આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ.શ્રી એચ.આઇ.ભાટી તથા પો.સબ ઇન્‍સ.શ્રી ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. નિકુલ એમ.પટેલ, પો. હેડ કોન્‍સ. જીતેષ એચ.મારૂ, પો.કોન્‍સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, મયુરભાઇ કોડીયાતર તથા વુ.પો.કોન્‍સ. રાજેશ્રી દિવરાણીયા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:38 pm IST)