Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

દેવભૂમી દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં જેટકોના પાપે ૧૧ાા કલાક વીજ પુરવઠો બંધ!!

પાવર કાપ પછી મોટા વીજ વાયરો તુટયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ વિસ્‍તારના ઓખા, આરંભડા, મીઠાપુર, સુરજકરાડી સહિતના વિભાગોમાં ગઇકાલે સવારે ૧૨ વાગ્‍યાથી વીજ પુરવઠો બંધ થયેલો જે રાત્રે ૧૧ાા વાગ્‍યે પૂર્વવત થતાં કાળઝાળ ગરમીમાં ત્રાસી ગયેલા લોકો પરેશાન થઇ ગયા હતા.

બનાવ અંગે દ્વારકા કાર્યપાલક ઇજનેરશ્રી ગોરાણીયાનો સંપર્ક કરતા તેમનો જેટકો દ્વારા રીપેરીંગ માટે આ આ બંધ કરાયા પછી પ્રશ્‍ન સર્જાયાનું જણાવીને સુપ્રી ઇજનેર તથા ઉચ્‍ચ અધિકારીઓને જાણ કરી હતી તથા આગામી સમયમાં હજુ વીજ કાપની જાહેરાત છે ત્‍યારે લાંબો વીજકાપ ના થાય તે માટે પણ ઉપર વિગતો જણાવી છે. જેટકોના તંત્ર સામે લોકોમાં ભારે રોષ હોય ફરી આવુ થાય તો હાલ ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરે તો નવાઇ નહીં!!

ગઇકાલે અનેક દર્દીઓ, બીમાર લોકો ત્‍યારે મુશ્‍કેલીમાં મુકાઇ ગયા હતા.

(1:39 pm IST)