Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

જૂનાગઢમાં જુદી-જુદી જગ્‍યાએથી થયેલ મોબાઇલ શોધીને પરત કરાયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩:જૂનાગઢ રેન્‍જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્‍ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે' એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્‍યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં જુદા જુદા વિસ્‍તારમાં અરજદારોના પડી ગયેલા તેમજ ગુમ થયેલ મોબાઈલોની જુદી જુદી અરજીઓ આપવામાં ખાવેલ હતી. જે અરજીઓની તપાસમાં ગુમ થયેલા મોબાઇલ શોધી કાઢવાની ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપીશ્રી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેમજ બી. ડિવિઝન પોલીસ સ્‍ટેશન, જૂનાગઢના પો.ઇન્‍સ.શ્રો આર.એસ.પટેલ ની સુચના મુજબ જોષીપરા પોલીસ ચોકીના પો.સ.ઇ. જે.એચ.કછોટ, એ.એસ.આઇ. ધાનીબેન ડી.ડાંગર, તથા પો. હેડ .કોન્‍સ. કે.ડી. રાઠોડ, પો.કો. પ્રશાંતભાઇ પ્રેમજીભાઇ ચુડાસમા, ખુશ્‍બુબેન, પ્રવિણભાઇ હદવાણી સહિતની ટીમ દ્વારા ડીવાયએસપી કચેરીના ટેકિનકલ સેલના એ.એસ.આઇ કમલેશભાઇની મદદથી ટેકિનકલ સોર્સ આધારે  મળેલ માહિતી આધારે જહેમત ઉઠાવતાં જુદો-જુદી કંપનીના કુલ ૧ર મોબાઈલ કિમત રૂ. ૧,૬૦,૦૦૦/- ના મળી આવેલ હતા.

જૂનાગઢ જિલ્લાના પોલીસ ખધિક્ષકશ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોવીસ દ્વારા ખરજદારોના જુદા જુદા વિસ્‍તારમાંથી નરમ થયેલ કુલ ૧ર મોબાઈલ આશરે ૧,૬૦,૦૦૦/- રૂ. ની કિંમતના શોષી કાઢી, એક સાથે પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉતરદાયીત્‍વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કરેલ.

(1:39 pm IST)