Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

દેવભૂમિ જિલ્લાના ભાણવડમાં ફરી પાણી સમસ્‍યા શરૂ છ દિવસે પાણી આવ્‍યું...!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં સલાયામાં ૧૦-૧ર દિવસે પાણી વિતરણની ગંભીર સમસ્‍યા બહાર આવી હતી જે પછી વધુ એક પાલિકા વિસ્‍તાર ભાણવડ પણ ઉમેરાયું છે.

તાજેતરમાં નવાપરા વિસ્‍તારમાં નાગરીકોને છઠ્ઠા દિવસે પાણી પ્રાપ્ત થયું...! પાણી માટે નળ સે જલ યોજના માટે તાત્‍કાલીન ઇન્‍ચાર્જ સી. ઓ. શ્રી સિંહાએ કામગીરી કરીને આ યોજના મંજૂર પણ કરાવી હતી પણ હાલમાં સ્‍થિતિ એવી થઇ ગઇ છે કે છઠ્ઠા દિવસે પાણી આવ્‍યું....!

પાણીની લાઇન કુવા પાસેથી વિતરણ થતાં પાણીમાં પાણી ચોરી વ્‍યાપક થતી હોવાનું પણ કહેવાય છે. અગાઉ ચીફ ઓફીસર એ. જે. વ્‍યાસે ફરીયાદ કરતા તત્‍કાલીન પો. સ. ઇ. ચૌધરીએ કડક પગલા લેતા પાણી ચોરી બંધ થઇ જતાં લોકોને રાહત થઇ હતી તેવું કરવા પણ માંગ ઉઠી છે.

(1:43 pm IST)