Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

સ્‍પે.ખેલ મહાકુંભ અંતર્ગત માનસિક ક્ષત્રિ ગ્રસ્‍ત દિવ્‍યાંગ ખેલાડીઓની સ્‍પર્ધાઓ જામનગરમાં યોજાઇ : જિલ્લા કક્ષાના વિજેતાઓ હવે રાજ્‍ય કક્ષાએ ભાગ લેવા જશે

જામનગરઃ ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્‍પોર્ટ્‍સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ અન્‍વયે દિવ્‍યાંગ ખેલાડીઓ માટે સ્‍પે.ખેલ મહાકુંભની ઓમ ટ્રેનીંગ સેન્‍ટર જામનગરનાં  સહયોગથી માનસિક ક્ષતિની સ્‍પર્ધાનું આયોજન તા.૨૯/૦૪/૨૦૨૨ રોજ ધનવંતરી મેદાન,જામનગર ખાતે કરવામાં આવ્‍યું હતું.જેમાં ૨૫૫ જેટલા ખેલાડીઓએ ઉત્‍સાહ ભેર ભાગ લીધો હતો.આ સ્‍પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને સરકારશ્રી દ્વારા ભોજન,પ્રવાસ ખર્ચ,વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર તથા પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા ખેલાડીઓને ક્રમશ રૂ.૫૦૦૦, રૂ.૩૦૦૦ અને રૂ.૨૦૦૦ બેંક મારફતે DBT દ્વારા રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે.આ સ્‍પર્ધાના જિલ્લા કક્ષાના વિજેતાઓ હવે રાજય કક્ષાએ ભાગ લેવા જશે.રાજયકક્ષાએ ભાગ લેવા જનારને ટી-શર્ટ,કેપ આપવામાં આવશે.આ સ્‍પર્ધામાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રી નીતાબેન વાળા,પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશકુમાર વાળા,યોગ કોચશ્રી પ્રીતીબેન શુક્‍લા ઉપસ્‍થિતિ રહ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:51 pm IST)