Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

પોરબંદર જિલ્લા અનુસૂચિત જાતિ સુપ્રીમ કાઉન્‍સીલની રચનાઃ પ્રમુખપદે નારણભાઇ ચાંચીયાની વરણી

પોરબંદર તા. ૩ : જિલ્લાના અનુસુચિત જાતિ સમાજ દ્વારા પોરબંદર ખાતે સમગ્ર જિલ્લાને અનુલક્ષી અનુસુચિત જાતિ સુપ્રિમ કાઉન્‍સીલની રચના કરવામાં આવી છે. જેના નામકરણ ખુલ્લુ મુકતા ડીવાયએસપી ભરતભાઇ પટેલ જણાવ્‍યું હતું આ એક અગત્‍યનું અને મહત્‍વ પૂર્ણ કામ કરવામાં આવ્‍યું છે આના દ્વારા માત્ર અનુસુચિત જાતિ સમાજમાં જ નહિ પરંતુ સર્વ સમાજમાં સદભાવના ઉભી થશે.

ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશન પી.એસ.આઇ.એસ.એ.સોલંકીએ  કન્‍યા કેળવણી પર ધ્‍યાન અપાવા અપીલ કરી હતી.

સમસ્‍ત અનુસુચિત જાતી સુપ્રિમ કાઉન્‍સીલના હોદ્દેદારોની વરણી લોકશાહી ઢબે કરવામાં આવી હતી. જિલ્લા સમસ્‍ત અનુસુચિત જાતિ સુપ્રિમ કાઉન્‍સીલ કારોબારી કમીટીના હોદેદારોમાં નારણભાઇ પી.ચાંચીયા (પ્રમુખ) કેશુભાઇ એચ.સાદીયા અને કારાભાઇ એલ.વિંઝુડા (ઉપપ્રમુખ) પ્રો.ડો.એમ.એન.વાઘેલા, કિશન એચ. રાઠોડ તથા ગૌતમભાઇ જી. મારૂની મહામંત્રીઓ તરીકે વરણી કરાય છેે.

અન્‍ય હોદેદારોમાં ભરતભાઇ વી.શીંગરખીયા, વાઘજીભાઇ બી. માવદિયા તથા દિનેશભાઇ એમ. ચુડાસમાં, રામભાઇ મારૂ (મંત્રીઓ) તેમજ કિરીટભાઇ એમ.સાદિયા, ભોજાભાઇ બી. પરમાર, માલદેભાઇ, લીબોલા, નરેશભાઇ એમ. મકવાણા, પરબતભાઇ એમ. મકવાણા (સહમંત્રી) ઓ તેમજ સાજણભાઇ એસ.શીંગરીયા અને આનંદભાઇ દાફડા તથા ભરતભાઇ વી. મકવાણા (ખજાનચીઓ) એમ.જી.શીંગરખીયા અને અમરાભાઇ રાઠોડ, ચનાભાઇ ઘેલાભાઇ શીંગરખીયા, રામભાઇ પી. સાદિયા, સી.પી.સાદિયા, ભરતભાઇ વી. ચુડાસમા તથા લાખાભાઇ લીબોલા (સલાહકાર સમિતી)ની વરણી કરવામાં આવી છે. સમાધાન પંચમાં ગોવિંદભાઇ કે. સાદીયા, કરશનભાઇ ડી. પાંડાવદરા, ગાંગાભાઇ કે. સાદિયા, પુષ્‍પાબેન કે. રાઠોડ, દિનેશભાઇ એમ.રાઠોડ, શૈલેષભાઇ ડી.પરમાર, તથા સવિતાબેન એમ. સોંદરવાની વરણી કરવામાં આવી છેે.

(1:55 pm IST)