Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ઓખા નજીકના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાનની બોટ સાથે ઝડપાયેલા બ્લોચિસ્તાનના સાત શખ્શો 7 દિવસની રિમાન્ડ પર

એ ટી એસ દ્વારા તપાસ હાથ ધરાઇ

ખંભાળીયા :ભારતીય જળ સીમામાં એ.ટી.એસ. ટીમને મળેલ બાતમીના આધારે ગઇકાલે ઓખા નજીકના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાની અલનોમાન નામની બોટ સાથે પાકિસ્તાનના બ્લોચિસ્તાનના રહીશ  મોહમ્મદઅકરમ રહીમબક્ષ બ્લોચ, ઝુબેર અબ્દુલઅઝીઝ બ્લોચ, ઇશાક ગુલામમહોમ્મદ બ્લોચ, શાઇદઅલી અલીમહમદ બ્લોચ, અશરફ ખુદાબક્ષ બ્લોચ, શોએબ અબ્દુલઅઝીઝ બ્લોચ, શહેઝાદ પીરમહમદ બ્લોચ સહિત સાત આરોપીને ગુજરાત એ.ટી.એસ.એ ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે ઓખાના દરિયા કિનારે લઈ આવામાં આવેલ ગુજરાત એ.ટી.એસ.ના ઉચ્ચ અધિકારી દ્વારા જુદા જુદા મુદ્દાઓ પર ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. જે બાદ આજે મોડી રાત્રે 8 વાગ્યાના સુમારે સાત ક્રુમેમ્બરોને 14 દિવસની રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. અને નામદાર કોર્ટ દ્વારા 7   દિવસ રિમાન્ડ માટે મંજૂર કરવામાં આવ્યા હતા. ગુજરાત એ.ટી.એસ.ના ઉચ્ચ અધિકારી દ્વારા રિમાન્ડ મેળવ્યા બાદ સાત મેમ્બરો દ્વારા ડ્રગ્સ કે કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે કેમ તે સહિતની જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

(9:25 pm IST)