Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ભાવનગરના મીલન શાહનું અપહરણ કરીને ૪ કરોડની ખંડણી માંગનાર ૪ ઝડપાયા

વણિક જ્ઞાતિના સિવિલ એન્‍જીનિયરનું અપહરણ કરતા પોલીસે તાબડતોબ કાર્યવાહી કરીને દબોચી લીધા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩ : ભાવનગર શહેરમાંથી વણિક જ્ઞાતિના સિવિલ એન્‍જિનિયરનું અપહરણ કરી ચાર શખ્‍સોએ ચાર કરોડની ખંડણી માંગી હતી. દરમિયાન એન્‍જિનિયરને રસ્‍તા વચ્‍ચે ઉતારીᅠ રૂ. ૮ હજાર રોકડા અને મોબાઇલની લૂંટ ચલાવી આરોપીઓ નાસી છૂટયા હતા. પોલિસે ગણતરીની કલાકોમાં જ ચારેય આરોપીઓને ઝડપી લઇ ઉકેલ્‍યો છે.

આ બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર શહેરનાં મેઘાણી સર્કલ વિસ્‍તારમાં રહેતાં અને સીવીલ એન્‍જીનીયરᅠ તરીકે કામ કરતાં મીલનભાઇ હસમુખરાય શાહ ગઇ તા.૩૧/૦૫ નાં રોજ વરતેજ જી.આઇ.ડી.સી.માં ફાર્માસ્‍યુટીકલ ફેકટરીનાં બાંધકામની સાઇટ પરથી બપોરનાં બારેક વાગ્‍યે પોતાની આઇ-૧૦ કાર નં. જીજે-૧૧-એસ-૫૩૬૦ લઇને ફેકટરીથી બહાર નીકળતાં તેઓની કારને સફેદ કલરની ફોર્ડ ફિયાસ્‍ટા કારવાળાએ આડી નાંખી ત્રણવાર રોકવા પ્રયત્‍ન કરેલ.આᅠ મિલનભાઇએ કારમાંથી નીચે ઉતરતાં ફોર્ડ ફિયાસ્‍ટા કારમાં આગળનાં ભાગે નંબર પ્‍લેટમાં કાળી પટ્ટી અને કાચમાં બોનેટ ઉપર પોલીસનું બોર્ડ મારેલ કારમાં આવેલ ત્રણ માણસો આશરે ૨૦ થી ૨૨ વર્ષની ઉંમરવાળાઓએ મોઢે માસ્‍ક પહેરેલ હતાં. તેઓએ મીલનભાઇને લાકડી બતાવી બળજબરીથી ફોર્ડ ફિયાસ્‍ટા કારમાં બેસાડી પોલીસ સ્‍ટેશન જઇએ છીએ તેમ કહી અપહરણ કરી કારમાં છરી બતાવી તેનાં મોબાઇલ ફોન તથા કારની ચાવી ઝુંટવી લીધેલ.ᅠ મિલનભાઇ અને તેમની પત્‍નિને મારી નાંખવાની ધમકી આપી રૂ.૪ કરોડની ખંડણી માંગેલ હતી. ત્‍યાર બાદ મિલનભાઇએ રૂ.૪ કરોડ નહિ હોવાનું કહેતાં રૂ.૧૮ લાખ લેવાનું નક્કી કરેલ.જેથી મિલનભાઇએ તેઓનાં કાકાનાં દિકરા ચિરાગભાઇ શાહને રૂ.૧૮ લાખની વ્‍યવસ્‍થા કરી અપહરણકર્તાઓનાં કહેવા પ્રમાણે રાજપરા (ખોડિયાર) જાળીયા ચોકડીએ પહોંચતા કરવાનું કહેલ.ત્‍યાર બાદ અપહરણકર્તાઓએ મિલનભાઇને કલોલ તથા મહેસાણા આજુ-બાજુ લઇ ગયેલ.ત્‍યાં કારના ડ્રાઇવર પર કોઇનો ફોન આવતાં ફોનમાં ગુપ્ત રીતે વાત કરી મિલનભાઇ પાસેથી પાકીટમાં રહેલ રોકડ રૂ.૮,૦૦૦તથા રેડ મી નોટ નાઇન મોબાઇલ કિ.રૂ.૧૨,૦૦૦નો લઇ લીધેલ.તેઓએ કારની ચાવી તથા ખાલી પાકીટ પરત આપી અહિથી જતા રહો અને આ બનાવ અંગે પોલીસ ફરીયાદ કરશો તો તમારૂ ખુન કરી નાખશુ તેમ ધમકી આપી ત્રણેય માણસો કાર લઇને જતા રહેલ.ᅠ

 ᅠઆ બનાવ અંગે ઘરના સભ્‍યો તથા સગાં-સંબંધીઓ, મિત્રો તથા સમાજના આગેવાનોને વાત કરી વરતેજ પોલીસ સ્‍ટેશન ખાતે અપહરણ તથા લુંટ વિગેરે કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવેલ. આ ગુન્‍હાની તપાસ એમ.એસ.જાડેજા પો.સબ ઇન્‍સ.,વરતેજ પો.સ્‍ટે.ભાવનગરનાંઓએ સંભાળી લીધેલ.ᅠ

આᅠ ગુન્‍હાની ગંભીરતા ધ્‍યાને લઇ પોલીસ મહાનિરીક્ષકᅠ અશોકકુમાર યાદવ, ભાવનગર રેન્‍જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષકᅠ ડો. રવિન્‍દ્ર પટેલ તથા એ.એસ.પી. સફિન હસનᅠ એ આᅠ અપહરણ-લુંટનો ગુન્‍હો શોધી કાઢવા માટે એલ.સી.બી. પોલીસનાં પી.આઇ. એસ.બી.ભરવાડને સુચના કરેલ.ᅠ

આ ગુન્‍હો દાખલ થતાંની સાથે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ તથા વરતેજ પોલીસ સ્‍ટેશનનાં અધિકારી/ કર્મચારીઓએ ટેકનીકલ સેલ તથા હ્યુમન સોર્સથી અપહરણકર્તાઓ તથા કાર વિશે માહિતી એકઠી કરી આ ગુન્‍હામાં સંડોવાયેલ નીચે મુજબનાં માણસોને આજરોજ નારી ચોકડીથી સીદસર તરફ જતાં રોડ ઉપરથી ગણતરીની કલાકોમાં ઝડપી પાડેલ.તેઓ પાસેથી ગુન્‍હામાં ઉપયોગમાં લીધેલ ફોર્ડ ફિયાસ્‍ટા કાર નંબર-ઞ્‍થ્‍-૦૧-ધ્‍મ્‍ ૩૧૨૧, છરી, લુંટ કરેલ રૂ.૮,૦૦૦ કબ્‍જે કરી તેઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. પોલીસે ઝડપી લીધેલા આરોપીઓમાં દ્રિપાલ રમેશભાઇ સોલંકી ઉ.વ.૨૪ , મીતુલ ઉર્ફે કલી રમેશભાઇ રાઠોડ ઉ.વ.૨૫ , નિકુંજ ઉર્ફે ટીણો પ્રવિણભાઇ રાઠોડ ઉ.વ.૨૩ (રહે.ત્રણેય પેટ્રોલ પંપ પાછળ,વણકરવાસ,વરતેજ તા.જી.ભાવનગર) તથા પિયુશ વિઠ્ઠલભાઇ મકવાણા ઉ.વ.૨૬( રહે.ગુંદાળા તા.શિહોર જી.ભાવનગર)નો સમાવેશ થાય છે.

આ આરોપીઓ પૈકી દ્રિપાલ સોલંકી ઉપર લેણું થઇ ગયેલ હોય તેમજ અન્‍ય આરોપીઓ પણ આર્થિક સંકડામણ ભોગવતાં હોવાથી મીતુલ ઉર્ફે કલી ફરિયાદી મીલનભાઇ શાહની વરતેજ જી.આઇ.ડી.સી.માં ચાલતી સાઇટ ઉપર કામ કરતો હોય.જે ફરિયાદીથી વાકેફ હોવાથી તેણે અન્‍ય આરોપીઓને મીલનભાઇ શાહને ટારગેટ બનાવવાથી રૂપિયા સહેલાઇથી મળી જશે તેમ વાત કરી લૂંટ નું કાવતરુ રચ્‍યું હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્‍યુ છે.

આરોપીઓને ઝડપી લેવાની આ કામગીરીમાં એલ.સી.બી.પોલીસ ઇન્‍સ. એસ.બી.ભરવાડ,પોલીસ સબ ઇન્‍સ. પી.આર.સરવૈયા, એમ.એસ.જાડેજા પો.સબ ઇન્‍સ.,વરતેજ પો.સ્‍ટે., એલ.સી.બી. સ્‍ટાફનાં અરવિંદભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, હરેશભાઇ ઉલ્‍વા, બીજલભાઇ કરમટીયા, હરીચંદ્રસિંહ ગોહિલ તથા વરતેજ પોલીસ સ્‍ટેશન સ્‍ટાફનાં નિલેશભાઇ વંકાણી, પ્રદિપસિંહ ગોહિલ, દિલીપસિંહ ગોહિલ વિગેરે સ્‍ટાફ જોડાયો હતો.

(10:45 am IST)