Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ધોરાજી જિલ્લા સહકારી અગ્રણી જે.ડી બાલધાને ખબર અંતર પૂછતા રામભાઈ મોકરીયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૩: ધોરાજી જિલ્લા સહકારી  અગ્રણી જે.ડી બાલધાને ખબર અંતર પૂછતા રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા જિલ્લા સહકારી ક્ષેત્રના અગ્રણી જે.ડી બાલધા પોતાના નિવાસસ્‍થાન ખાતે લપસી ને પડી જતા પગમાં ફેક્‍ચર આવ્‍યું હતું જે અંગે રાજ્‍ય સભાના સાંસદ રામભાઈ મોકરિયા તેમજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ના પૂર્વ વાઇસ ચાન્‍સેલર મહેન્‍દ્રભાઈ પાડલીયા ને જાણ થતા તેઓ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ રાજકોટ નાગરિક બેંકના ડીરેકટર કાર્તિકેય પારેખ ધોરાજી શહેર ભાજપના ઉપાધ્‍યક્ષ વિજયભાઈ અંટાળા કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા વિગેરે જે ડી બાલધા નિવાસસ્‍થાન ખાતે ખબર અંતર પૂછવા ગયા હતા.

આ સમયે રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરિયા તેમજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્‍સેલર મહેન્‍દ્રભાઈ પાડલીયા તેમજ કિશોરભાઈ રાઠોડ મનીષભાઈ ચાંગેલા કાર્તિકેય પારેખ વિગેરે જૂની યાદ તાજી કરી હતી.

આ સમયે જિલ્લા સહકારી અગ્રણી જે.ડી બાલધા પોતાના નિવાસસ્‍થાન ખાતે ખબર અંતર પૂછવા માટે પધારેલા તમામ મહાનુભાવોનો આભાર માન્‍યો હતો.

(10:49 am IST)