Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

રેલ્‍વે સલાહકાર સમીતીમાં ગોંડલના અગ્રણી વેપારી રસિકભાઇ રાજપરાની નિમણુંક

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩: ગોંડલના સોની અગ્રણી  વાપારી અને ગ્રેટર ચેમ્‍બસઁ ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્‍ટ  રસિકભાઈ રાજપરાની પશ્‍ચિમ રેલ્‍વે ભાવનગર ડીવીઝન દ્વારા રેલ્‍વે સલાહકાર સમીતીમા નિમણુંક અપાઇ છે. શહેરના વિવિધ પ્રશ્‍નોને રજુઆતો દ્વારા વાચા આપતા રસિકભાઈ રાજપરા લાયસન્‍સ ક્‍લબ સહીત વિવિધ સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. છેલ્લા ઘણા સમયથી રેલ્‍વેના વિવિધ પ્રશ્‍નો અંગે જાગળતતા લાવનારા રસિકભાઈ રાજપરાની નિમણુંકને સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્‍ય ગીતાબા જાડેજા, નગરપાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણીએ આવકારી છે

(10:50 am IST)