Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

વડિયા સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયામાં નવા કર્મચારીઓની નિમણુંકઃ ગ્રાહકોની હાલાકી દુર થશે

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૩: અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાની મુખ્‍ય બેંક એવી સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયામા કર્મચારીઓના અભાવે ફક્‍ત બે જ કર્મચારી થી કામકાજ ચાલતું હોય અને પાકધિરાણ ફેરબદલી ની સીઝન મા ગ્રામીણ ખેડૂતો અને ગ્રાહકોને પડતી હાલાકી અને બેંક ની કથડતી સ્‍થિતિ બાબતે  સમાચાર પત્રોમા અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. બેંકની ખરડાતી છબી ને લઈ મીડિયા અહેવાલ ના પગલે તંત્ર સફાળું જાગ્‍યુ હતુ અને વડિયા બેંક મા તાત્‍કાલિક ડેપ્‍યુટેશન પર બે કર્મચારીઓ અને એક કર્મચારીની કાયમી નિમણૂક કરવામાં આવી છે. હવે વડિયા ની એસબીઆઈ બેંક મા રજા પર ગયેલ કર્મચારીઓની જગ્‍યાએ ડેપ્‍યુટેશન પર અને ઘટતા કર્મચારીની નિમણૂંક થતા હવે લોકોને પડતી હાલાકી દૂર થશે અને ગ્રામીણ ખેડૂતા ની આખો દિવસ બેંક કામકાજ માટે પડતી મુશ્‍કેલી પણ ઘટશે. આ બાબતે બેંક કર્મીનો સંપર્ક કરતા ઘટતા કર્મચારીઓની નિમણૂક થતા હવે ગ્રાહકોને પડતી મુશ્‍કેલી દૂર થશે લોકોને ધક્કા પણ નહિ થાય અને સમય સાર બેંકનુ કામકાજ પૂર્ણ થશે તેવો આશાવાદ જણાવ્‍યો હતો

(10:53 am IST)