Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ભાવનગરમાં ટ્રાફિક બ્રિગેડ યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩: ભાવનગર શહેરમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા યુવાને આજે સવારે તેના ઘરે કોઈ અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના ઘોઘા રોડ શિવાજી સર્કલપાસે રામાપીરના મંદિર નજીક રહેતા અને ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા ધર્મેન્‍દ્રસિંહ પ્રતાપસિંહ મોરી ઉં.વ. ૩૧ નામના યુવાને  તેના ઘરે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(10:54 am IST)