Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

પડધરીના દેપાળીયાની સીમમાં અજાણ્‍યા યુવકનો મૃતદેહ મળ્‍યો

વાલીવારસની પડધરી પોલીસ ટીમ દ્વારા શોધખોળ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૩ : પડધરીથી ૪ કિ.મી. દુર દેપાળીયા ગામની સીમના કુવામાં આશરે ૩૫ વર્ષની ઉંમરના અજાણ્‍યા પુરૂષની લાશ પાણીમાં પડેલ કોહવાયેલ ગયેલ હાલતમાં મળી આવતા પડધરી પોલીસ સ્‍ટેશન દ્વારા સ્‍થળ પર તપાસની કાર્યવાહી કરી લાશનું પી.એમ. મેડીકલ કોલેજ રાજકોટ ખાતે કરવાની તજવીજ હાથ ધરેલ છે.

મળી આવેલ પુરૂષની લાશ અંગેની જાણકારી હોય તો પડધરી પોલીસ સ્‍ટેશન ફોન નં. (૦૨૮૨૦) ૨૩૩૧૯૩ અથવા પો. હેડ કોન્‍સ. એફ.ડી.બ્‍લોચ મો.નં. ૯૮૯૮૯ ૧૩૮૧૫ પર સંપર્ક કરવા જણાવ્‍યુ઼ છે.

(10:56 am IST)