Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ઉના : જાહેરમાં જુગાર રમતા ૫ શખ્‍સો ૭,૯૦૦ની રોકડ સાથે ઝડપાયા

ઉના તા. ૩ : ગીરગઢડા તાલુકાના સાણાવાકીયા ગામે ઉના પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્‍સોને રૂા. ૭૯૨૦ રોકડા સાથે પકડી લઇને ગુન્‍હો નોંધ્‍યો છે.

ઉનાના ગીરગઢડા તાલુકાના સાણાવાકીયા ગામે પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી મસીની સુચનાથી પોલીસ કર્મચારી દેવાયતભાઇ ભગવાનભાઇ લાખકોત્રા તથા સ્‍ટાફે સાણાવાકીયા ગામે પહોંચી હારજીતનો જુગાર રમતા ભીખુ ગોબરભાઇ વાઘેલા, રામભાઇ ગોવિંદભાઇ મકવાણા, સવજી લાખાભાઇ ભાલીયા, રમેશ રામભાઇ ભાલીયા, જયસુખ રામભાઇ શીયાળ રે. તમામ સાણાવાકીયા વાળાને ગંજીપત્તા તથા રોકડા રૂપિયા ૭૯૨૦ સાથે પકડીને ઉના લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(10:57 am IST)