Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

મોદીજીના ૮ વર્ષમાં વિકાસનો અભૂતપૂર્વ અધ્‍યાય આલેખાયોઃ ચેતન રામાણી

રાજકોટ તા. ૩ : ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને સૌરાષ્‍ટ્રના ખેડુત આગેવાન ચેતનભાઇ રામાણીએ એક યાદીમાં જણાવ્‍યું છે કે ગુજરાતના પનોતા પુત્ર તેમજ યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તેમજ કેન્‍દ્રમાં સ્‍થાપીત ભારતીય જનતા પાર્ટી સરકારના ૮ વર્ષ પૂર્ણ થયા તે બદલ શુભેચ્‍છા સહ અભિનંદન, નરેન્‍દ્રભાઇ મોદી તેમજ તેમની સરકાર હંમેશને માટે ‘વિકાસ'ની આગ્રહી રહી છે. જયારે તેઓ ગુજરાતના મુખ્‍યપ્રધાન હતા ત્‍યારે પણ તેઓએ ‘ગતીશીલ ગુજરાત'નુ સુત્ર આપી ગુજરાતના વિકાસને વેગવંતો બનાવ્‍યો હતો ત્‍યારબાદ કેન્‍દ્રમાં વડાપ્રધાન પદ પર આરૂઢ થયા ત્‍યારે ‘સબકા સાથ સબકા વિકાસ'ના સુત્ર સાથે દેશના તમામ લોકો, તમામ પાર્ટીઓ, તમામ નેતાઓને સાથે રાખી કેટલાય અશકય નિર્ણયો લઇ ઇતિહાસ રચી બતાવામાં સફળ રહ્યા છે. નોટબંધી, જી.એસ.ટી., રામમંદિર નિર્માણ, ત્રીપલ તલાક, કલમ ૩૭૦ જેવા નિર્ણયો લઇ પોતાનો સક્ષમ નેતૃત્‍વ અને મજબુત ઇચ્‍છાશકિતથી દેશને માત્ર સુરક્ષીત જ નહી પણ તમામ નાગરીકોનું માથું ગર્વથી ઉંચુ કરી દીધું ‘કોવીડ-૧૯' જેવા કપરાકાળમાં સ્‍થીર સરકાર રાખી સમગ્ર દુનિયાને ‘નવાભારત'ના દર્શન કરાવ્‍યા હતા. હવે સમય તમામ દેશવાસીઓની જવાબદારીનો છે જે મોદી સરકારને એક મજબુત અને આત્‍મનિર્ભર ભારત આપશે. તેમ અંતમાં ચેતન રામાણીએ જણાવ્‍યું છે. 

(11:43 am IST)