Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

વાંકાનેરમાં સરકારી ખરાબાની જમીનમાં દબાણ મુદ્દે તાત્‍કાલીક કાર્યવાહીની ખાત્રી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૩ :  પાલીકા વિસ્‍તારની ૩૦૦૦ ચો.મી. જેટલી સરકારી ખરાબાની જમીનનું દબાણ થતા આજુબાજુમાં રહેતા લોકો વેપાીરઓએ પોલીસ મામલતદારશ્રી અને કલેકટરશ્રી મોરબી તથા એસ.પી. શ્રી મોરીનું ધ્‍યાન દોરેલ અને રજુઆત પણ કરેલ. જેને ખાસ્‍તો સમય વિતી જવા છતાં વહીવટી તંત્રની નિષ્‍ક્રીયતાને કારણે માથાભારે લોકો દ્વારા આ ગેરકાયદે જમીન પર હેવી મશીનરી, કડીયા, મુજરોના કાફલા સાથે યુધ્‍ધના ધોરણે આ સરકારી ખરાબાના જમીન પર દિવાલો વગેરેના ચણતર કામ સાથે દબાણ બેફામ રીતે વધવા માંડતા ત્‍યાં વેપાર કરતા હમદીનભાઇ અલીભાઇ છબીબ સહિતના ફરીયાદીઓએ મળી કલેકટરશ્રીને લેખિત પુરાવાઓ સાથે અરજ કરાઇ હતી.

સર્વે નં. ૬૧૭ર ની ૩૦૦૦ ચો.મી.ની આજુબાજુની સરકારી પડતર જમીન ઉપર ૧, હીરાભાઇ ભગતભાઇ ભરવાડ, વાંકાનેર ર, ગેલાભાઇ ડાભીભાઇ ભરવાડ, રાજકોટ ૩, લાખાભાઇ કાળુભાઇ ભરવાડ, વાંકાનેર સામે લેન્‍ડ ગ્રેબિંગ અંગેની કાર્યવાહી ન થતા ગઇકાલે તા. ર-૬ના રોજ મોરબી જીલ્લા કલેકટર કચેરીએ તેઓના પ્રતિનિધિ સચિવશ્રી ઝાલા સાહેબને અરજદાર હમદીનભાઇ સાથે એક પ્રતિનિધિ મંડળ જેમાં સામેલ વેપારીઓ તથા અગ્રણીઓએ રૂબરૂ મળીને ર૧ દિવસ થવા છતાં કોઇ કામગીરી ન થયાની રજુઆત બાદ સચિવશ્રી દ્વારા આ કામગીરી તુરંત હાથ ધરાશે. તેવી રજુઆત કર્તાઓને ખાત્રી આપી હતી.

(11:47 am IST)