Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

મીઠાપુર નજીકના વરવાડામાં શ્રી વ્રજ ગીર ગૌશાળાને ૩ વર્ષ પુર્ણ થતાં ગૌશાળાને ૩ વર્ષ પુર્ણ થતી ગૌમાતાને ભવ્‍ય અન્નકોટ તથા મહાઆરતી

મીઠાપુરઃ ઓખામંડળના વરવાડા ખાતે આવેલી શ્રી વ્રજ ગીર ગૌશાળાને ૩ વર્ષ પુર્ણ થતા તેની ઉજવણીના ભાગ રૂપે ગૌ માતાને ભવ્‍ય અન્નકુટ ધરવામાં આવ્‍યો હતો. જેમાં અનેકવિધ ખાદ્ય પદાર્થો  દ્વારા અન્નકોટ કરવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત ગાયત્રી હવન પણ ગૌશાળામાં કરવામાં આવ્‍યો હતો. આ ગૌશાળામાં ગીર ગાયોની ખુબ જ ઉમદા રીતે સાચવણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંઘમાંથી આવેલા સૌરાષ્‍ટ્ર પ્રાંતના અધિકારી શ્રી મેઘજીભાઇ હિરાણી દ્વારા ગૌ આધારીત ઉત્‍પાદનોની વસ્‍તુથી લોકોને માહીતગાર કરવામાં આવ્‍યા હતા અને સાથે સાથે તેમ પણ જણાવ્‍યું હતું કે આ બધી વસ્‍તુઓ આપણા સ્‍વાસ્‍થ્‍ય માટે પણ ખુબ જ ઉમદવા  હોય છે. આ ઉપરાંત સનાતન સેવા મંડ ળના શ્રી ગીરધરભાઇ જોશી દ્વારા પણ સમાજલક્ષી ઉમદા વકતવ્‍ય આપવામાં આવ્‍યું હતું. ત્‍યાર બાદ ગૌમાતાની મહાઆરતી મીઠાપુર ટાટા હોસ્‍પીટલના હેડ ડો. સંજીવ ભટનાગર તથા તેમના ધર્મપત્‍નીના હસ્‍તે કરવામાં આવી હતી. આ તકે સમુહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. શ્રી વ્રજ ગીર ગૌશાળાના સંચાલક  અને મીઠાપુર ટાટા હોસ્‍પીટલમાં નોકરી કરતા શ્રી વિજયભાઇ  વસંતભાઇ પાનખણીયા દ્વારા આ સમગ્ર આયોજન કરવા પાછળના મુખ્‍ય હેતુની વાત કરતા જણાવેલ હતું કે આજના સમયમાં કે જયારે ઘણી બધી વસ્‍તુઓ જે લોકોને નુકશાન કરી રહી છે તેમની  સામે રક્ષણ આપવા માટે ગૌમાતા આધારીત વસ્‍તુઓ ખુબ જ જરૂરી બની ગઇ છે. તથા વધુમાં વધુ લોકો આ બધી વસ્‍તુઓનો ઉપયોગ કરે અને પોતાના અને પોતાના પરીવારના સ્‍વાસ્‍થ્‍યને બચાવી રાખે તે વાત પર ભાર મુકયો હતો. આ સમગ્ર આયોજનનો મુખ્‍ય ઉદેશ્‍ય જ લોકોને ગૌમાતાની નજી લાવવા માટેનો હતો. (તસ્‍વીરઃ અહેવાલઃ દિવ્‍યેશ જટણીયા -મીઠાપુર)

 

(11:49 am IST)