Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ઓખામાં વીજ ગ્રાહકોનું સન્‍માન

  કોર્પોરેટ કચેરી,રાજકોટ દ્વારા પી.જી.વી.સી.એલ ના ગ્રાહક કે જેઓ નિયત સમય મુજબ બિલ મળ્‍યાના ૫ દિવસ ની અંદર ભરપાઈ કરી આપતા ગ્રાહકનું સન્‍માન કરવાની પ્રોત્‍સાહિત યોજના હેઠળ આજરોજ ઓખા પેટા વિભાગીય કચેરી હેઠળ ના ગ્રાહકનું સન્‍માન કરવાનો કાર્યર્ક્‍મ   યોજાયેલ હતો.  પ્રોત્‍સાહિત યોજનામાં કોર્પોરેટ કચેરી પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરીના માર્ગદર્શન હેઠળ ઓખા પેટા વિભાગીય કચેરી ના નાયબ ઇજનેર  તથા રેવન્‍યુ વિભાગ માથી સીનિયર આસિસ્‍ટન્‍ટ તેમજ અન્‍ય લાઇન સ્‍ટાફ અને ઓખા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ   સાથે રહી ને સંજય ઇલેક્‍ટ્રિકલ્‍સ વાળા રવિભાઈ લક્ષ્મણભાઈ દુદણી નું પી.જી.વી.સી.એલ ટ્રોફી થી સન્‍માન કરવામાં આવેલ છે. (તસ્‍વીર : અહેવાલ : ભરત બારાઇ ઓખા)

(11:56 am IST)