Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

મૂળીના દૂધઇમાં નર્મદા યોજના હેઠળ પાણીની પાઇપલાઇનના સર્વેની કામગીરી

વઢવાણઃ નર્મદા નીર માટે છેલ્લા પાંચ વર્ષથી લડત આપતા મૂળી તાલુકાના ખેડૂતોને ધોળી ધજા ડેમથી જેયર સુધી પાણી આવવા માટેની પાઇપલાઇનની સર્વે કામગીરીની શરૂઆત થઇ હતી. જેથી વડવાળા મંદિર મહંત રામબાપુ, ખેડુતો, સાગરભાઇ રબારી, પાલભાઇ આંબલીયા, ઋત્‍વિક મકવાણા, રતનસિંહ ડોડીયા, રાજુભાઇ કરપડા, ભરતસિંહ ઝાલા, અલ્‍પેશ ગાબુ સહીતના ખેડૂતોએ આભાર વ્‍યકત કર્યો હતો.અધિકારી ટીમ દ્વારા સ્‍થાનિક આગેવાન રામકુભાઇ કરપડાને સાથે રાખી તળાવોની રૂબરૂ મુલાકાત લઇ  જીપીએસ સિસ્‍ટમથી  સર્વે કરાયો હતો. મૂળી તાલુકા અંતર્ગતના ગામો ધાંગધ્રા અને વઢવાણના ખેડૂતોને હવે ઝડપથી નર્મદા નીર મળશે તેવી આશા મળતા ખુશીનો માહોલ સર્જાયો હતો.(તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ-વઢ઼વાણ)

(11:57 am IST)