Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

રવિવારે જુનાગઢમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લા દ્વારા બ્રહ્મ વડીલ વંદના તથા સ્‍વાતંત્ર્ય સેનાની તેમજ ભુદેવ પત્રકારનો સન્‍માન સમારોહ સાથે ત્રિવિધ કાર્યક્રમ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩ :  સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સમસ્‍ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લો અને મહાનગર દ્વારા આગામી તા.પને રવિવારના સાંજે ૬ કલાકે ભારતી આરમ ભવનાથ તળેટી ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

સમસ્‍ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લાના પ્રમુખ કે.ડી. પંડયા અને શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષીએ જણાવ્‍યું હતું કે રવિવારના રોજ બ્રહ્મસમાજના ડીલોની વંદના તથા સ્‍વાતંત્ર્ય સેનાનીઓ તેમજ પત્રકારોના સન્‍માન સમારોહનું આયોજન કરાયું કે જેમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત જુનાગઢ મહાનગરમાં વસતા ૭પ વર્ષ કે તેથી વધુ ઉંમરના બ્રહ્મ વડીલો અને સ્‍વાતંત્ર્ય સેનાની તથા પત્રકારોના સન્‍માન સમારોહનું આયોજન કરાયું છે.  જેને સફળ બનાવવા શ્રી કે.ડી. પંડયાના માર્ગદર્શન હેઠળ પ્રફુલભાઇ જોષી તથા મહેશભાઇ તેમજ મહિલા પાંખના પ્રમુખ રૂપલબેન લખલખાણી યુવા પાંખના પ્રમુખ મેહુલભાઇ દવે તેમજ શૈલેષભાઇ પંડયા અને તેની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(1:02 pm IST)