Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જામનગરના દિવલા ડોને પૈસા માંગી છરી વડે હુમલો કર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કુલદીપસિંહ ગીરૂભા જાડેજા, ઉ.વ.ર૮, રે. રાંદલનગર, બાપા સીતારામની મઢુલી પાસે, વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૬-ર૦રરના  ફરીયાદી કુલદીપસિંહ  તથા તેમનો મીત્રશરૂ સેકશન રોડ, શિવમ પેટ્રોલ પંપની બાજુમાં ગુરૂકૃપા હાઈટ પાસેથી નીકળતા આરોપી દિવ્‍યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણએ ફરીયાદી કુલદીપસિંહનું મોટરસાયકલ રોકી ઉછીના પેસાની માંગણી કરતા ફરીયાદી કુલદીપસિંહ એ પોતાની પાસે પૈસા નહીં હોવાનું જણાવતા ફરીયાદી કુલદીપસિંહને ગાળો બોલી આરોપી દિવ્‍યરાજસિંહ ઉર્ફે દિવલો ડોને પોતાની પાસે રહેલ છરી વડે એક ઘા ડાબા કાનમાં મારી સાતેક ટાકાની ઈજા કરી તથા સાહેદને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી જતા જતા મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેર નામનો ભંગ કરી ગુનો કરેલ છે.

રીનારી ગામે બી.એસ.એન.એલ. ઓફીસમાં બેટરીની ચોરી

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં બ્રીજમોહન સુવાલા રામેશ્‍વરલાલ બરવર, ઉ.વ.ર૯, રે. રામ મંદિરની સામેની શેરી, સાગર કોમ્‍પ્‍લેક્ષની પાછળ, ગોવિંદપરા કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩-પ-ર૦રરના રીનારી ગામે આવેલ બી.એસ.એન.એલ. ટેલીફોન એકચેન્‍જની મેઈન ઓફીસના દરવાજાનું કોઈપણ હથીયાર વડે તાળુ તોડી નાખી બી.એસ.એન.એલ. કંપનીની ઓફીસમાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કરી ઓફીસની અંદર રહેલ બેટરી રૂમ માથી એકસાઈડ કંપનીની ૬૦૦ એમ્‍પીયરની વર્લી બેટરીના ર૩ સેલ(નંગ) જે એક સેલ (નંગ) ની અંદાજીત કિંમત રૂ.ર૦૦૦/ની કિંમત રૂ.૪૬,૦૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

બસ સ્‍ટેશન પાસેથી મોબાઈલ ચોરી થયાની રાવ

સીટી એ પોલીસ સ્‍ટેશનમાં મહેશભાઈ માલજીભાઈ મકવાણા, ઉ.વ.૩૦, રે. ખોજા ગેઈટ, નાગોરી સાહેબના દવાખાના પાસે, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ-પ-ર૦રરના બસ સ્‍ટેશન ખાતે શૌચાલયની પાસે બેસવાની સીમેન્‍ટની પાળી પર ફરીયાદી મહેશભાઈનો મોબાઈલ ફોન એપો કંપનીનો એ-૧પ એસ જેની કિંમત રૂ.૩,૦૦૦/- નો કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

બાલવા ગામે ઈંગ્‍લીશ દારૂની બે બોટલ સાથે શખ્‍સ ઝડપાયો

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજદિપસિંહ કિશોરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૬-ર૦રરના બલવા ફાટક પાસે આરોપી તેજસ હસમુખભાઈ જુલસાણા રે. જામજોધપુરવાળા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૧૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈલેકટ્રીક શોર્ટ લાગતા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

લાલપુર તાલુકાના મોટા લખીયા ગામે રહેતા ગોગંનભાઈ રાઈદેભાઈ આંબલીયા, ઉ.વ.૩પ એ મેઘપર પડાણા પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧-૬-ર૦રરના આ કામે મરણજનાર ઉકકાભાઈ રામાભાઈ આબંલીયા, ઉ.વ.૩પ પોતાના રહેણાંક મકાને ઈલેકટ્રીક રીપેરીંગ કરતા હોય ત્‍યારે પોતાના હાથની હથેળી અંગુઠા પાસે તેમજ જમણા હાથની કલાઈ ઉપર ઈલેકટ્રીક શોર્ટ લાગતા સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

(1:59 pm IST)