Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જામનગર હનીફ સન્નાએ બે ઘરફોડી કબૂલ લીધી

જામનગર તા. ૩ :.. ગઇ તા. ર૯-૬-ર૦રર ના શહેરમાં ગરીબનગર પાણાખાણમાં રહેતા મોહમદ હાસમભાઇ થૈયમના મકાન માંથી ૯૦,૦૦૦ તથા સોનાના દાગીના તેમજ સાહેદના મકાનમાંથી વીવો કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૧,૮૦,૮૦૦ ની કોઇ ચોરી કરી લઇ જતા ફરીયાદીએ સીટી બી. પો. સ્‍ટે.માં ફરીયાદ કરેલ હતી. તેમજ પંદરેક દિવસ પહેલા ફરીયાદી મનોજભાઇ નારાયણભાઇ રાઠોડ રહે. રવીપાર્ક, ઢીચડા રોડ જામનગર વાળા સુતા હતા તે દરમ્‍યાન રાત્રીના મો. ફો. કિ. રૂા. ૧પ૦૦૦ ની ચોરી કરી લઇ જતા સીટી સી. પો. સ્‍ટે.માં ચોરી અંગેની ફરીયાદ કરેલ હતી.

પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એલ. સી. બી.ના ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. કે. કે. ગોહીલ નાઓને વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે જરૂરી સુચના કરેલ હોય, જેથી એલ. સી. બી. પો. ઇન્‍સ. પો. ઇન્‍સ. કે. કે. ગોહીલ તથા પો. સ. ઇ. આર. બી. ગોજીયા તથા એલ. સી.બી.ની ટીમો બનાવી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે જામનગર શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં.

દરમ્‍યાન સ્‍ટાફના ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, ફીરોજભાઇ ખફી તથા શીવભદ્રસિંહ જાડેજાને મળેલ સંયુકત બાતમી હકિકત આધારે આ ચોરીઓના ગુનામાં સંડોવાયેલ આરોપી હનીફ ઉર્ફે હનફો ચોર હુસેનભાઇ સન્ના, રહે. જોડીયા ભુંગા, ગુલાબશાપીરની દરગાહ સામે, જામનગર વાળાને માધાપર ભુંગા જતા રોડ ઉપર ચોકડી પાસે આવેલ બસ સ્‍ટેન્‍ડ પાસેથી ચોરી કરી મેળવેલ સેમસંગ તથા વીવો કંપનીના મો. ફો. નં.-ર કિ. રૂા. રર,૦૦૦ તથા રોકડ રૂપિયા ૬૬,૯પ૦ મળી કુલ રૂા. ૮૮,૯પ૦ નો મુદામાલ પો. હેઙ કો. ભગીરથસિંહ સરવૈયાએ કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકૂર આરોપીને સીટી બી ડીવી. પો. સ્‍ટે.માં સોંપી આપેલ છે.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો. ઇ. કે. કે. ગોહીલની સુચનાથી પો.સ.ઇ. આર. બી. ગોજીયા તથા એલ. સી. બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ  પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે. 

(1:04 pm IST)