Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

આજી-૩ તથા ઉંડ-૧ ડેમમાંથી સૌની યોજના હેઠળ ધ્રોલ તાલુકાના ગામોને પાણી આપો

ધ્રોલ, તા.૩: તાલુકાના સૌની યોજના હેઠળ આજી ૩ ડેમમાંથી ઉંડ૧ ડેમમાં પાઇપલાઇન જાય છે અને દર વર્ષે સૌની યોજના હેઠળ આ પાઈપલાઈન મારફતે તેને નીચે આવતા ગામોને પાણી છોડી નદી ચેક ડેમ ભરવામાં આવે છે વરસ ૨૦૨૦ તેમજ ૨૦૨૧ માં આ પાઇપલાઇન દ્વારા પાણી છોડવામાં આવેલ હતું અને આ વર્ષે આજી ૩ અને ઉંડ ૧ ડેમમાં પુરતા -માણમાં પાણીનો જથ્‍થો હોવા છતાં હજી સુધી આ ડેમ વચ્‍ચે આવેલ પાઇપલાઇન મારફતે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવેલ નથી અને આ પાઈપલાઈન મારફતે ધ્રોલ તાલુકાના રાજપર, હમાપર, સુમરા,લૈયારા, જાબીડા, જાયવા, ગઢડા, ખારવા, પીપરટોડા, સહિતના ગામ દર વર્ષે સૌની યોજના હેઠળ નો લાભ મેળવે છે પરંતુ આ વર્ષે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્‍થો હોય ત્‍યારે ઉપરોક્‍ત ગામોને પીવાના પાણીની અછત સર્જાઈ છે અને ઉનાળો કાઢવો મુશ્‍કેલ હોય તેવા સમયે સૌની યોજના હેઠળ આ પાઈપલાઈન મારફતે નદી ચેકડેમો ગત વર્ષની જેમ પાણી છોડવામાં આવે તો આ ગામોના પીવાના પાણીનો સમસ્‍યા હલ થાય તેમ છે જેથી સત્‍વરે નિર્ણય લઇ આજે ત્રણ અને ઊંડે વચ્‍ચે આવેલા સૌની યોજના ની પાઈપ લાઈનમાંથી નીચેના ગામો આવેલા હોય તેમાં પાણી છોડવા વ્‍યવસ્‍થા કરવા ધ્રોલ તાલુકા સંરપચ સંગઠન પ્રમુખ વિરેન્‍દ્રસિંહ જાડેજા એ પત્ર આપી રજૂઆત કરી છે.

 

(1:06 pm IST)