Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ભાડલા અને વિંછીયા પંથકમાં જુગારના ત્રણદરોડામાં ૧૯ પકડાયા : ૭ શખ્‍સો છનન..

રાજાવડલામાં ૧૧, ખારચીયામાં ૩ અને બોધરાવદરામાંથી પત્તાપ્રેમી પતા ટીંચતા પકડાયા

રાજકોટ, તા. ૩ :  ભાડલા અને વિંછીયા પંથકમાં જુગારના ત્રણ દરોડોમાં ૧૯ શખ્‍સો પોલીસની ઝપટે પડી ગયા હતા જયારે ૭ શખ્‍સો છનન થઇ ગયા હતા.

પ્રથમ દરોડોમાં ભાડલા પોલીસે રાજાવડલા (જામ) ગામની સીમમાં રમેશ લવાભાઇ ધોળકીયાની વાડીએ ઓરડી પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ભાવેશ માવજીભાઇ ઘોડકીયા, (૨) ઉમેશ હકાભાઇ ઘોડકીયા, (૩) વિશાલ ચતુરભાઇ ઘોડકીયા, (૪)જયસુખ ભનુભાઇ ઘોડકીયા, (૫)જયસુખ કુરજીભાઇ ઘોડકીયા, (૬)સુરેશ નાનજીભાઇ ઘોડકીયા, (૭)જેન્‍તી ભનુભાઇ ઝાલા, (૮) જયરાજ બચુભાઇ ઝાલા, (૯) વિપુલભાઇ વલ્લભભાઇ ઝાલા, (૧૦) મહિપત વિનુભાઇ ઓળકીયા તથા  (૧૧) પ્રવિણ વશરામભાઇ ઓળકીયા તમામ રહે.રાજાવડલાને રોકડા રૂા. ૧૪પ૧૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

આ કાર્યવાહીમાં એચ.ડી. હીંગરોજા, પો.સબ ઇન્‍સ. ભાડલા પો. સ્‍ટે., મામૈયાભાઇ મોતીભાઇ, પો.હેડ.કોન્‍સ., દિલીપભાઇ અમરાભાઇ, પો.હેડ.કોન્‍સ.,  લાલજીભાઇ ધીરુભાઇ, પો. કોન્‍સ. તથા   અરવિંદભાઇ હકાભાઇ રોકયા હતા.

બીજા દરોડામાં વિંછીયા પોલીસે ખારચીયા ગામની સીમમાં પ્રતાપ વસ્‍તુભાઇ ખાચરની વાડીના મકાનમાં રેઇડ કરી જુગાર રમતા પરેશ ઉર્ફે પરીયો ચોથાભાઇ બેરાણી, ઘનશ્‍યામ ઉર્ફે મીલન વાલજીભાઇ બાવળીયા રે. બન્ને મોટા માત્રા, તથા દિનેશ કાળાભાઇ ઝાપડીયા રે. શિવાજીપરા વિંછીયાને રોકડા રૂા. ૬૪ર૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ રેઇડ દરમિયાન ઉદય શાંતુભાઇ ખાચર રહે. મોટી માત્રા, રાજુ ગોરધનભાઇ બાંભણીયા રે. કંધેવાળીયા, વિજય માંજરીયા રે. ગંગાજળ, રાજુ માજરીયા રે. ગંગાજળ તથા વાડી માલીક પ્રતાપ ખાચર રે. ખારચીયા નાસી છુટતા તેના વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ કરી શોધખોળ હાથ ધરાઇ છે.

ત્રીજા દરોડામાં ભાડલા પોલીસે બોધરાવદર ગામે રામજી મંદિરવાળી શેરી વિસ્‍તારમાં રેઇડ કરી જાહેરમાં જુગા રમતા રવિ ઉર્ફે ભુરીયો બકુલભાઇ ગોસાઇ, અશ્વિન ધીરૂભાઇ લીંબડીયા, સુખા દાનાભાઇ સોરાણી, ગુણવંતદાસ ધ્‍યાનદાસ કુબાવત તથા અજય મોહનભાઇ વનાળીયાને રોકડા રૂા. ૧૩૩૩૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા. રેઇડ દરમિયાન ભૂપત દલુભારથી ગોસાઇ તથા કિશોર શામજીભાઇ લીંબડીયા નાસી છુટયા હતા.

(1:07 pm IST)