Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

કેશોદના ડીવાયએસપી ગઢવીએ ઝુંપડપટ્ટીઓમાં તાલપત્રીનું વિતરણ કર્યુ :

ચોમાસાની સલામતિની પૂવૅ તૈયારી માટેનું જેને રહેવા માટે ઓટલો પણ નથી તેવા પછાત લોકો માટે માનવતાવાદી કાર્ય : શોદ : કેશોદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા જે. બી. ગઢવી ગરીબોના બેલી બની અવારનવાર મદદરૂપ બની રહયાછે. ડીવાયએસપી જે. બી. ગઢવીએ અગાઉ પણ ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકો માટે સુવા માટે ખાટલાઓ આપ્‍યા હતા. ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને બુટ ચંપલ કપડા રાશનકિટ સહીતનું અનેક વખત વિતરણ કરી માનવતાનું અનોખુ ઉદાહરણ પુરૂ પાડયુંછે. કેશોદની માંગરોળ રોડપર  આવેલ ડીવાયએસપી કચેરીની બાજુમાં ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને રમવા માટે અનેક જાતના રમકડા વસાવી બાળકો સાથે ડી વાય એસ પી ગઢવી ઘણો સમય વિતાવી બાળકોને દરરોજ વિવિધ નાસ્‍તો પણ આપેછે  તાજેતરમાં ચોમાસાની સિઝન આવતી હોય ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને વરસાદથી બચવા માટે ઉપયોગી પચ્‍ચાસ હજારની કિમંતની સો જેટલી તાડપત્રીનું ડીવાયએસપી જે. બી. ગઢવીએ વિનામૂલ્‍યે વિતરણ કર્યુ હતુ. બાળકોની અનોખી સેવા સાથે ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકોને મદદ માટે ડીવાયએસપી જે. બી. ગઢવીની સાથે તેમનો  સ્‍ટાફ પણ અનેક રીતે મદદરૂપ થાયછે. સાથે ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે અનેક બાળકોને શાળાએ લઈ જઈ પ્રવેશ અપાવી બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયત્‍નો સાથે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને અનેક રીતે મદદરૂપ થઈ   ડીવાયએસપી જે. બી. ગઢવીની સેવાકીય માનવતાલક્ષી પ્રવળત્તિઓને લોકો બિરદાવી રહયાછે. 

(1:08 pm IST)