Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

પોરબંદરમાં ગૌધનમાં વધતો લમ્પી વાયરસઃ વહેલી તકે સારવાર માટે આઇસોલેશન વિભાગ શરૃ કરવા માંગણી

પોરબંદર તા. ૩ : ગૌધનમાં લક્ષ્મી વાયરસ વધતો જાય છે. અત્યાર સુધીમાં લમ્પી વાયરસના આઠ કેસો આવ્યા છ.ે નગરપાલિકા અને કલેકટર દ્વારા વહેલીતકે આઇસોલેશન વિભાગ શરૃ કરવા તેમજ તરફ પશુઓનું રસીકરણ કરવા માંગણી ઉઠી છ.ે

સામાન્ય રીતે ગૌધનમાં આઠ જેટલી રસ્તે રઝળતી ગાયોને લમ્પી વાયરસ થયો છે.આ રોગ માત્ર પશુઓને જ થાય છ.ે માનવીઓને થતો નથી. જેથી લોકોએ ડરવાની જરૃર નથી તેવુ પશુ ચિકિત્સકે જણાવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે, પશુઓમાં લમ્પી સ્કિન રોગનો ઇલાજ શકય છે. રસીકરણ અને સવારવાર બાદ ૪ કે પ દિવસમાં પશુઓ સાજા થઇ જાય છે. પરંતુ જો પશુઓની પ્રતિકાર શકિત ઓછી હોય, પ્લાસ્ટિક આરોગી ગયા હોય તેવા પશુઓની સમયસર સારવાર ન થાય તો આવા પશુઓનું રોગના કારણે મૃત્યુ પણ થઇ શકે છે.

ડો. નેહલબેન કારાવદરાએ જણાવ્યું છે કે ગૌધનમાં પગમાં સોજા ચડવા, તાવ આવવો, નાકમાંથી ચીકણું પ્રવાહી નીકળવુ , શરીર ઉપર ચકામાં જોવા મળવા જેવા 'લમ્પિ' વાયરસ રોગના શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા છે. આ બાબતે વહેલી તકે સારવાર, આઇસોલેશન અને વેકિસન માટે યોગ્ય કાર્યવાહી કરવા તંત્રને દરખાસ્ત મોકલી છે.

(1:10 pm IST)