Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જૂનાગઢ પ્રિ.મોન્‍સુન કામગીરી માટે ગટર વ્‍યવસ્‍થાના ચેરમેન દ્વારા બેઠક બોલાવાઇ

આગામી ચોમાસા ઋતુને ધ્‍યાને લઇ મહાનગર કચેરીની ગટરશાખા, ભુગર્ભ ગટર, સફાઇ કામદારોના સુપરવાઇઝર સાથે ચર્ચા વિચારણા

(વિનુ જોશી) જૂનાગઢઃ તા.૩ આગામી ચોમાસાની  ઋતુને ધ્‍યાનમાં રાખી પાલિકાની તમામ ગટર, વોકળા, નાણાને  ચોમાસા પહેલા સફાઇ કરી અને ચોમાસાનું  પાણી જમીનમાં ઉતરે તે અંગેની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા તેમજ તુટી ગયેલ ગટરના ઢાંકણા તાત્‍કાલીક બદલવા, ઢાંકણાને જમીન સાથે સમથળ કરવા માટે મહાનગરપાલિકા કચેરી ખાતે ગટર વ્‍યવસ્‍થા  સમિતિના ચેરમેન ભાવનાબેન જીતુભાઇ હિરપરા દ્વારા બેઠક બોલાવાઇ હતી.

બેઠકમાં ગટર શાખાના કર્મચારી, ભુગર્ભ ગટર, સફાઇ કામગીરીના સુપરવાઇઝરો, અન્‍ય અધિકારીઓ તેમ કર્મચારીમાં તૂટેલા રોડને રીપેરીંગ કરી સમથળ કરવા તેમજ દરેક ગટર, વોકળા, નાલાની સફાઇ કરી વરસાદી પાણી ન રોકાય તે અંગે યોગ્‍ય વ્‍યવસ્‍થ ા કરવા માટે સુચના અપાઇ છે. ઉપરાંત કામ ચોમાસા પૂર્વે વહેલી તકે પૂર્ણ કરવા આદેશ અપાયા છે.

(1:11 pm IST)