Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

પોરબંદરમાં વેરાબીલ ભરવામાં વ્યાજ-પેનલ્ટી માફીની નગરપાલિકાની ભ્રામક જાહેરાત

પાલિકાએ એડવાન્સ બીલો મોકલ્યા નથીઃ વેરા માટે મોટાભાગની આકારણી બાકી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૩ :  મિલ્કત વેરાના બનેલો એડવાન્સમાં ભરવામાં આવે તો વ્યાજ - પેનલ્ટી માફી આપવાની આકર્ષણ યોજનાની પાલિકાની જાહેરાતને કરદાતાઓ ભ્રામક ગણાવી રહયાં છે.

પાલિકાએ એડવાન્સ વેરા બીલ ભરવામાં વ્યાજ માફી યોજનાની  જાહેરાતમાં વેરા ભરવાની મુદત ર મહિના લંબાવીને ૩૧ જુલાઇ કરવામાં આવી છે. પરંતુ કરદાતાઓના જણાવ્યા મુજબ પાલિકાએ વેરાના એડવાન્સ બીલ પુરતા મોકલ્યા નથી. તેમજ સને ર૦રર-ર૩ વર્ષના વેરા બીલ માટે મોટાભાગની મિલ્કતોની આકારણી બાકી છે.

આવી આકારણી વખતે કરદાતાઓના વાંધો સુચનો ધ્યાને લીધા બાદ વેરા બીલ આપી શકાય છે. કરદાતા તેના વેરા બીલ એડવાન્સમાં ભરે તો ૧૦ થી ૧ર ટકા વળતર અપાય છે. મિલ્કત વેરા ઉપર ૭ ટકા વળતર અપાય છે. ૧ જુલાઇથી વેરા બીલ ભરવામાં આવે તો તમામ પ્રકારના વેરામાં પ ટકા વળતર અને ઓનલાઇન વેરાબીલ ભરવામાં આવે તો વધુ પ ટકા વળતર આપવાની પ્રોત્સાહક યોજના છે. પરંતુ કરદાતાઓના આકારણી સંબંધે વાંધા સુચનો ધ્યાને લેવામાં આવતા ન હોય અને એ સમય દરમિયાન વેરા વળતરની યોજના મુદત વિતી શકે તેવી ફરિયાદો ઉઠી છે.

(1:13 pm IST)