Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જુનાગઢ લોહાણા મહાજન દ્વારા ૩૯મો યજ્ઞોપવિત -સમૂહ લગ્ન સંપન્ન

૫૩ બટુકો યજ્ઞોપવિત તથા ૧ નવયુગલે પ્રભુતામાં પગલાં પાડયા

જુનાગઢ, તા.૩: જૂનાગઢમાં લોહાણા મહાજનવાડી ખાતે ૩૯માં યજ્ઞ પવિત સમૂહ લગ્ન મહોત્‍સવ કાર્યક્રમ નું ભવ્‍ય આયોજન લોહાણા મહાજન ના ઉપક્રમે કરવામાં આવ્‍યું હતું લોહાણા મહાજન પ્રમુખ મહેન્‍દ્રભાઈ મશરૂ ના માર્ગદર્શન નીચે યોજાયેલ સમૂહ લગ્ન અને યજ્ઞો પવિત કાર્યક્રમમાં ૫૩ બટુકો એ યજ્ઞ પવિત ધારણ કરી હતી અને ૧ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયા હતા.

આ તકે મંડપરોપણ ઉપરાંત કાશી યાત્રા, સમૂહ લગ્નના કાર્યક્રમ સાથે સાથે દાતાઓનું પણ અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્‍યું હતું આ તકે કાર્યક્રમમાં લોહાણા મહાજન પ્રમુખ મહેન્‍દ્રભાઈ મશરૂ એ યજ્ઞ પવિત ધારણ કરનાર બટુકોને વ્‍યસન મુક્‍તિ તથા મા-બાપની સેવા કરવા અનુરોધ સાથે પ્રવચન આપ્‍યું હતું  કેળવણીકાર અને રઘુવંશી અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી ને સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડિયામાં ડાયરેક્‍ટર તરીકે નિયુક્‍તિ થતા લોહાણા મહાજન દ્વારા તેઓનું સાલ ઓઢાડી સન્‍માનિત કરવામાં ખેતી  બેન્‍કના ચેરમેન ડોલરભાઈ કોટેચાને પણ અભિનંદન પાઠવ્‍યા હતા.

     પારિવારિક વાતાવરણમાં ભવ્‍ય યજ્ઞ પવિત  તથા સમૂહ લગ્નના કાર્યક્રમમાં   એક નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડયા હતા. જેને લોહાણા મહાજન દ્વારા કરિયાવરમાં સોનાના દાગીના ઉપરાંત ૭૫થી વધુ ઘરવખરીની તમામ વસ્‍તુઓ આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમમાં લોહાણા મહાજન પ્રમુખ મહેન્‍દ્રભાઈ મશરૂ ઉપરાંત, ઉપ-પ્રમુખ રાજુભાઇ ભોજાણી, અશ્વિનભાઈ મણિયાર, મનસુખભાઈ પોપટ, મહામંત્રી નંદલાલભાઇ ચોલેરા, ઉપરાંત પ્રોજેક્‍ટ ચેરમેન દીપક ભાઈ રુપારેલીયા, નિતીન ભાઈ તન્ના, લોહાણા મહાજનના સભ્‍યો સુરેશભાઈ દત્તા, વિજયભાઈ ખખખર, મનુભાઈ પટેલિયા, રવિભાઈ કારીયા, અજયભાઈ જોબનપુત્રા, જય કીશનભાઈ દેવાણી, પંકજભાઈ ભટેચા, પંકજભાઈ પલાણ, ભુપેનભાઈ મૂલીયા, શૈલેષભાઈ પારેખ, તેમજ ગીરીશભાઈ કોટેચા,  કૃષ્‍ણકાંતભાઈ રુપારેલીયા સહિતના લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા મહાજનની ટીમે જહેમત ઉઠાવી હતી અને ૩૯માં યજ્ઞો પવિત - સમૂહ લગ્ન કાર્યક્રમ ધામધૂમ પૂર્વક સંપન્ન થયો હતો.

(1:18 pm IST)