Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

પોરબંદરના મોટાભાગના વિસ્તારોમાં વોર્ડ નંબરો અને શેરી નંબરોના બોર્ડ નીકળી ગયાઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ દ્વારા રજૂઆત

પોરબંદર તા. ૩ :.. જિલ્લા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અરવિંદકુમાર આર. જોષી પોરબંદર જિલ્લા કલેકટર તથા નગર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવેલ છે કે અગાઉ શહેરના તમામ વોર્ડમાં વોર્ડ નંબર અને શેરી નંબરના બોર્ડ નંબર લગાડવામાં આવેલ હતા તે તમામ બોર્ડ નીકળી ગયા છે.

આ રજૂઆતમાં જણાવેલ કે આગામી ધારાસભા અને નગરપાલિકાની ચૂંટણી આવતી હોય તો આ ચૂંટણીને અનુલક્ષીને પોરબંદર શહેરના તમામ વોર્ડમાં શેરી નંબર અને વોર્ડ નંબરની તકતી અથવા બોર્ડ લગાડવા પોરબંદર જિલ્લા રાષ્ટ્રવાદી પાર્ટીના અધ્યક્ષ શ્રીની માંગણી છે.

આ વોર્ડ નંબર અને શેરી નંબરના બોર્ડ લગાડવાથી ચૂંટણી સમયે દરેક રાજકીય પાર્ટીને પ્રચાર કરવામાં પ્રચાર પત્રિકા વહેચવામાં સરળતા રહે. આ બાબતે વહેલી તકે કાર્યવાહી કરવામાં એન. સી. પી.ના આગેવાનોની માંગણી છે. તેમ રજૂઆતમાં જિલ્લા એન. સી. પી. પ્રમુખ જણાવેલ છે.

(1:19 pm IST)