Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જુનાગઢ રીબર્થ આઇસીયુ હોસ્‍પિટલના તબીબો દ્વારા પોલીસ અધિકારીઓનું સન્‍માન

જુનાગઢઃ રીબર્થ આઇસીયુ હોસ્‍પિટલના ડો.આકાશ પટોલિયા અને ડો. આશાબેન પટોલિયા દ્વારા જુનાગઢના એસ પી રવી તેજા વાસમશેટ્ટી મનપા  કમિશનર  રાજેશભાઈ તન્ના ડીવાયએસપી  પ્રદીપસિંહ જાડેજા  અને મનપા આરોગ્‍ય વિભાગના ડો. રવી દેડાનીયાને જૂનાગઢમાં પહેલી વાર સૌથી અઘરું ગ્રીન કોરિડોર તાત્‍કાલિક ધોરણે નિર્ણય લઈ સફળતાપૂર્વક આ ચેલેન્‍જને પરિપૂર્ણ કરી તે માટે એક મોમેન્‍ટો આપી સન્‍માનિત કરાયેલા  ડો આકાશ અને આશા પટોલિયા એ જણાવ્‍યું હતું કે અમે તો ઓપરેશનમાં પડ્‍યા હતા પણ બહાર આ સૌથી અઘરી બાબત ગ્રીન કોરિડોર બનાવવી અને સફળતાપૂર્વક લીવર અને કિડની કેશોદ એરપોર્ટ પહોંચાડવી એ  વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એ સુજ બુજ અને કોઈને પણ તકલીફ નાં પડે તે માટે કુનેહપૂર્વક કામ કર્યું તે માટે મોમેન્‍ટો અને મીઠાઈ આ અધિકારીઓને આભાર વ્‍યક્‍ત કરવા આપી હતી.(અહેવાલઃ વિનુ જોષીઃ તસ્‍વીરઃ મુકેશ)

(1:19 pm IST)