Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

મેંદરડા પાસે ઝાડ સાથે બાઇક અથડાતા બીલખાના યુવાનનું મોત

 (વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩ :   મેંદરડા પાસે ઝાડ સાથે બાઇક અથડાતા બીલખાના યુવાનનું મોત થયાનું જાણવા મળેલ છે.

બીલખાનાં ગૌતમનગરમાં રહેતો ર૦ વર્ષીય હિરેન જેન્‍તીભાઇ દાફડા તેના જીજે ૧૧ બીસી ૧૩ર૮ નંબરનાં મોટર સાયકલ ઉપર મેંદરડાના દાત્રાણા ગામ પાસેથી પસાર થઇ રહેલ.

ત્‍યારે પીપરનાં ઝાડ સાથે બાઇક ટકરાતા હિરેનભાઇનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ નીપજયુ હતુ.

આ અંગે મૃતકનાં ભાઇ શિવમે જાણ કરતાં મેંદરડા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

(1:20 pm IST)