Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

કેશોદમાં ત્રણ મકાનમાંથી રૂા.૩૯ હજારની મતાની ચોરી

તસ્‍કરોનાં તરખાટથી લોકોમાં ફફડાટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩ :  કેશોદમાં એક જ રાત્રીના ત્રણ મકાનમાંથી તસ્‍કરો રૂા.૩૬ હજારની મતાની ચોરી કરી જતા સનસનાટી મચી ગઇ હતી.

કેશોદમાં એરપોર્ટ રોડ ઉપર આવેલ પ્રજાપતિ સોસાયટીને રાત્રીના સમયે તસ્‍કરોએ નિશાન બનાવી હતી.

અહીં રહેતા ગજેન્‍દ્રભાઇ પરસોતમદાસ મેસવાણીયાના મકાનનાં દરવાજાનો નકુચો તોડીને રૂા.ર૦ હજારની રોકડની તસ્‍કરોએ ચોરી કરી હતી.

તેમજ પ્રફુલભાઇ ધામેચાનાં ઘરમાંથી રૂા.૧૬ હજારની કિંમતની સોનાની બુટી અને સુમિતભાઇ રાજ પોપટના મકાનમાંથી  રૂા. ૩૦૦૦નો તસ્‍કરોએ હાથફેરો કર્યો હતો.

આમ ત્રણ મકાનમાંથી કુલ રૂા.૩૬ હજારના મુદામાલની ચોરી થયાની ફરિયાદ ગર્જેન્‍દ્ર મેસવાણીયાએ કરતા પી.એસ.આઇ એસ.એન.સોનારા વગેરેએ તુરત જ દોડી જઇને તપાસ હાથ ધરી હતી.

કેશોદમાં તસ્‍કરોના તરખાટથી લોકોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે અને લોકોએ રાત્રી પેટ્રોલીંગ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળેલ છે.

(1:59 pm IST)