Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જુનાગઢ પાસે વધાવીનાં વાડી વિસ્‍તારમાં જુગાર રમતી પાંચ મહિલા પકડાઇ

પોલીસે રૂા.૧૮૦ર૦નો મુદામાલ કબ્‍જે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩ : જુનાગઢ પાસે વધાવીના વાડી વિસ્‍તારમાં જુગાર રમતી પાંચ મહિલાને પોલીસે રૂા.૧૮૦ર૦ના મુદામાલ સાથે પકડી પાડી હતી.

જુનાગઢ તાલુકાના  વધાવી ગામના વાડી વિસ્‍તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ ધોકડીયાના માર્ગદર્શનમાં તેમની ટીમે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે જુનાગઢની અલ્‍કાપુરી સોસાયટી પાસે રહેતા રંજનબેન ગોપાલભાઇ તારપરા હર્ષાબેન જયેશભાઇ ફુલેત્રા, તેમજ જુનાગઢમાં ગાંધીગ્રામ પોલીસ ચોકી પાછળ રહેતા જયોત્‍સનાબેન વિજયભાઇ ગોસ્‍વામી તથા સંજયનગરમાં રહેતા કાંતાબેન મનસુખભાઇ રાઠોડ અને વધાવી ગામે વાડીએ રહેતા શોભનાબેન જગદીશભાઇ સંતોકીને રૂા.૧ર૦ર૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડી હતી.

પોલીસે મહિલાઓ પાસેથી રોકડ તેમજ ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂા.૧૮૦ર૦નો મુદામાલ કબ્‍જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(2:00 pm IST)