Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

વેરાવળ ગૌ શાળા રોડ ઉપર મોટરસાઈકલ સવાર વકીલને ઢોરે હડફેટે લીધા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩: વેરાવળ કોમ્‍યુનીટી હોલ પાસે રહેતા વકીલ દીલીપભાઈ વ્‍યાસ રાત્રીના સમયે મોટરસાકઈલ લઈને ઘર તરફ જતા હતા ત્‍યારે ગૌ શાળા પાસે બેસેલા ઢોરોએ તેને હડફેટે લઈ લેતા મોટરસાઈકલ પડી ગયેલ હતું અને ઢોરોએ તેને ઢીક મારતા ફેકચર થઈ ગયેલ, શરીરે ઈજાઓ થયેલ હતી વેરાવળ શહેરમાં અનેક જગ્‍યાએ મુખ્‍ય રોડ ઉપર માલઢોર બેઠા હોય છે જે અનેક લોકોને નાની મોટી ઈજા કરતા હોય છે વર્ષોથી રજુઆતો  થયેલ હોવા છતા કોઈ ઉકેલ આવેલ નથી આવા રોજબરોજના બનાવથી રોષ વ્‍યાપેલ છે.

લાટી ગામે વોટસએપ મેસેજ, મન દુઃખમાં યુવાન ઉપર હુમલો

લાટી ગામે મજુરી કરતા વિકાસ રમેશ સોલંકી ઉપર તેજ ગામમાં રજંન રમેશ બારડ,નીતીન રમેશ બારડ,દ્રવીડ રમેશ બારડ,જીણીબેન દીપુભાઈ,દીપુભાઈ,રવિ દીપુભાઈ, કાના દીપુભાઈએ વોટસએપમાં મેસેજ મોકલવા બાબતે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સુત્રાપાડા પોલીસમાં ફરીયાદ નોધાવેલ છે.

કોડીનારમાં જુગાર દરોડો

એલ.સી.બી. ગીર સોમનાથના પોલીસ ઇન્‍સપેકટર કે.જે.ચૌહાણ સાથે એન.વી.કછોટ તથ પોલીસ હેડ કોન્‍સ.શૈલેષભાઇ ડોડીયા -ફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા , પો.કોન્‍સ . ઉદયસિંહ સોલંકી, સંદિપસિંહ ઝણકાટ, નાઓ હકીકત આધારે કોડીનાર જંગલી પીર સોસાયટીમાં રહેતો બસીરભાઇ સતારભાઇ મન્‍સુરી જુગારનો અખાડો ચલાવે છે રમત ચાલુ હોય જેથી કાયદેસર કાર્યવાહી કરી  છે.

જુગાર રમતા ઇસમો બસીરભાઇ સતારભાઇ મન્‍સુરી ઉ.વ .૪૦ ધંધો મજુરી રહે.કોડીનાર જંગલીપીર શેરી  ૨  રજાકભાઇ હુસેનભાઇ સૈયદ ઉવ .૪૫ ધંધો મજુરી રહે.કોડીનાર વિરાટ નગર ૩ રફીકભાઇ મમદભાઇ સૈયદ ઉવ .૩૮ ધંધો મજુરી રહે.થોરડી તા.સુત્રાપાડા વાળા રોકડા રૂપિયા ૩૯,૫૧૦/ તથા મોબાઇલ નંગ -૩ કી.રૂ .૪૦૦૦/ તથા સ્‍પલેન્‍ડર મો. સા.રજીનં ની કી.રૂ .૨૦,૦૦૦/ મળી કુલ કી.રૂ .૬૩,૫૧૦/  સાથે આરોપીઓ પકડાઇ જઇ ગુન્‍હો કરેલ છે.

(1:29 pm IST)