Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ક્રિષ્નાનગર અને મોટા દહીંસરામાં નાલાના અધૂરા કામ પૂર્ણ કરો

 મોરબી, તા. ૩: મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ જયંતિલાલ જે. પટેલે માળીયા મિયાણા તાલુકાના ક્રિષ્નાનગર અને મોટા દહીસરા ગામમાં નાલાના અધૂરા કામો તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ નવા નાલા બનાવવા માટે માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેરને પત્ર લખી રજુઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, માળીયા મિયાણા તાલુકા ના મોટા દહીંસરા ગામથી કુંતારી ગામે જતા રસ્તા પરના નાલા પુલિયા ના કામ અધૂરા હોવાથી ગામ લોકોને આવવા જવા માં મુશ્કેલીઓ પડી રહી છે તેમજ ક્રિષ્નાનગરથી મોટા દહીંસરા ગામે જતા રસ્તા પર આવતું તળાવવાળું નાલુ જર્જરિત હાલતમાં હોવાથી લોકોને હાલાકી પડી રહી છે.તેમજ ચોમાસા દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો ના જીવ જોખમમાં મૂકાતા હોય છે. તો કોઈ જાનહાની ના થાય અને અનિચ્છનીય બનાવ ના બને એ માટે ચોમાસા ની સિઝન પહેલા આ તત્કાલ ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

નેશનલ એડવેન્ચર એવોર્ડ માટે અરજી

 ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ સાહસિકોને યોગ્યતાને આધારે એનાયત કરવામાં આવે છે. જે અન્વયે મોરબી જિલ્લામાં સાહસિક -પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સાહસિકોએ પોતે રાજ્ય, રાષ્ટ્ર કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેળવેલ સિદ્ધિઓના આધાર સાથે અરજી કરવાની રહેશે.  આ અરજી તારીખ ૦૭-૦૬-૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, રૃમ નંબર ૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે મોકલી આપવા  જિલ્લા રમત-ગમત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

(1:35 pm IST)