Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

મોરબી એલસીબીએ માળીયામિંયાણા પાસે ૨૭ લાખનો દારૃ-બિયર ભરેલુ આઇશર ઝડપી લીધુ

આઇસરમાં ભુસાની આડમાં દારૃનો જથ્થો છુપાયેલો હતો : ચાલક બળવંતસિંહની ૩૨,૭૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ : બે શખ્સની શોધખોળ

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૩ : માળિયા હાઈવે પરથી  એલસીબી ટીમે આઈસર ગાડીમાં ભુસાની આડમાં છુપાવી રાજસ્થાનથી ગાંધીધામ લઇ જવાતો ઈંગ્લીશ દારૃનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે જેમાં ૧૧ હજાર બોટલથી વધુ દારૃની બોટલ અને ૪૦૦૦ થી વધુ બીયરના ટીન અને ટ્રક સહીત ૩૨.૭૦ લાખના મુદમાલ સાથે એક આરોપીને દબોચી લીધો છે  

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમદાવાદથી માળિયા હાઈવે પરથી પસાર થનાર આઈસર ગાડીમાં ભૂસાની આડમાં છુપાવી દારૃનો મસમોટો જથ્થાની હેરાફેરી કરવામાં આવનાર હોય જે બાતમીને પગલે ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા હાઈવે પરથી આઈસર ગાડી ઝડપી લીધી હતી  જે આઈસર ગાડીમાંથી પોલીસે મેકડોવેલ્સ વ્હીસ્કી નાની મોટી બોટલ નંગ ૧૦,૫૩૬ કીમત રૃ ૨૦,૩૭,૦૦૦ રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોટલ નંગ ૬૧૨ કીમત રૃ ૩,૧૮,૨૪૦ કિંગ ફિશર બીયર ટીન નંગ ૯૬૦ કીમત રૃ ૯૬,૦૦૦ અને ગોડફાધર બીયર ટીન નંગ ૩૧૨૦ કીમત રૃ ૩,૧૨,૦૦૦ તેમજ આઈસર ગાડી જીજે ૦૬ ઝેડઝેડ ૩૨૦૬ કીમત રૃ ૫ લાખ, મોબાઈલ કીમત રૃ ૫૦૦૦ અને રોકડ રૃ ૨૬૬૦ મળીને કુલ રૃ ૩૨,૭૦,૯૦૦ નો મુદામાલ જપ્ત કરી કરવામાં આવ્યો હતો

 પોલીસે ટ્રક ચાલક આરોપી બળવંતસિંહ સોનારામ શાહુ રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે તો માલ મોકલનાર વિનોદ સિંધી રહે વડોદરા અને માલ ભરાવી આપનાર માધુસિંગ રાજપૂત રહે ઉદયપુર રાજસ્થાન વાળાના નામો ખુલતા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(1:38 pm IST)